________________ 76 પુણ્યપાલ ચરિત-૨ નગરવાસીઓનો ભક્ષ કરી ગયે. બચ્યાં હતાં એ કણ * જાણે કયાં ભાગી ગયાં. ત્યારથી આ નગર વેરાન છે. અહીંનાં વૃક્ષ પર પક્ષીઓ પણ આશરે લેતાં નથી. મારા ઉપર એ આસક્ત છે. હું તેના બંધનમાં રહું છું. દુષ્ટ મને મારી નહીં. મને પણ મારી નાખી હોત તે કેવું સારું.' * પુણ્યપાલે એક નિશ્વાસ નાખે. તે બોલ્યો : અત્યંત વિચિત્ર વાત છે, તમારા જીવનની. પરંતુ - હવે હું જઈશ નહીં. મને ક્યાંક છુપાવી દે. તમે જેજે, એ આપણું કંઈ બગાડી શકશે નહીં. તેને પણ મરવાનું છે. મારે પણ મરવાનું છે. જેનું મેત જેના હાથે હશે એ મરશે.” કુસુમશ્રી બોલી : નહીં–નહીં, તમે આવી જીદ ન કરે. હું તમારા પગે પડું છું.' પુણ્યપાલ બોલ્યો : “ક્ષત્રિય એક વખત કહેલી વાતને વિરોધ કરતા નથી.” વિવશ થઈ રાજકુમારી કુસુમશ્રીએ પુણ્યપાલને ગુપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust