________________ 463 કર્મ-કૌતુક-૪ નહીં, સ્ત્રી-પુરુષ પણ નહીં પરંતુ આત્માઓ છીએ. અમારે દેહ પણ કર્મનું જ સાકાર રૂપ છે.” પતંગસિંહ બોલ્યા: “આ શુભ સંક૯૫ માટે હું તમારે સહાગી બનીશ. પહેલાં મુનિ શ્રી પાસે અનુમતિ લઈએ, પછી પુત્રો પાસેથી પણ લઈશું.” ત્યાર પછી મુનિ કરુણાકરે બધાને દીક્ષાની અનુમતિ આપી. ત્યાર પછી પતંગસિંહે પુત્રો પાસેથી અનુમતિ પ્રાપ્ત કરી લીધી. સાતે પુત્રોમાંથી ચારને ચાર રાજ્યના રાજા બનાવ્યા અને બાકીનાને તેમના યુવરાજ બનાવ્યા. ત્યાર પછી આ નવ રાજાઓએ પોતાનાં દીક્ષાથી માતા-પિતાને દીક્ષા મહોત્સવ ઉજવ્ય. યથાસમય એ ઉદ્યાનમાં પહોંચ્યા. પતંગસિંહ અને તેમની સાતે પત્નીઓએ વસ્ત્રાભૂષણ ઉતારી મુનિવેશ પહેર્યા અને વાળ ખેંચી લીધા. રાજર્ષિ પતંગસિંહે ઘેર તપશ્ચર્યા દ્વારા પિતાનાં કર્મોને ક્ષય કર્યો. અને આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. સાતે સાધ્વીઓએ મૃત્યુ પામી દેવલોક પ્રાપ્ત કર્યો. સમાપ્ત P.P.AC. Gunratnasuri M.S. - P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust