________________ 418 કમ-કૌતુક૪ આ તે સરળતાથી જ તૈયાર થઈ ગઈ.” અધોમુખ બોલ્યઃ હવે તેમનું છે પણ કોણ ? લતા-વનિતા સહારા વિના રહી જ શકતી નથી.” રાજાએ કહ્યું : હું પણ એમને જીવની જેમ રાખીશ.” એટલામાં પાંચે આવી ગઈ. રાજા તેમને જોતા જ રહી ગયા. મુકતાવતીએ પૂછ્યું : “અમારા પતિદેવ તો તમારા કામ માટે યમપુર ગયા છે. તમે અહીં કેમ આવ્યા છે ?" રાજા બોલ્યા : તે તમને સમજાવવું પડશે ? તમારા પતિ હવે પાછા આવવાના નથી. મારી સાથે રાજભવન ચાલે. હવે હું જ તમારે પતિ છું. તમે શેઠાણી થવાને લાયક નથી, રાણીઓ બનવાને લાયક છે.” લીલાવતીએ કહ્યું : રાણું બનાવાથી શું અમે બદલાઈ જઈશું ? શું અમારા શરીર અને મન બદલાઈ જશે ? અમે તો તે જ રહીશું. પછી અમે રાણી કેમ બનીએ ? . રાજાએ કહ્યું : “મારા માટે રાણી બનો. હું રાજા છું અને બળપૂર્વક પણ તમને લઈ જઈ શકું છું. સારું એ છે કે ગ્રુપચાપ ચાલ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust