________________ 410 કર્મ-કૌતુક-૩ આ અધમુખ શર્મા અને કાલે નાઈ–બંને ગુરુ-શિષ્ય જયારે રાજા વનાભ પાસે આવ્યા, તે બહુ ખુશ દેખાતા હતા. રાજાએ કહ્યું: વિપ્રવર ! આજે તો લાગે છે કે શત પ્રતિશત સફળ યુકિત વિચારીને આવ્યા છે. મારાથી હવે પ્રતીક્ષા નથી થતી. હવે તે પૂનમચન્દ્રને મારી જ નાખો.” અધમુખ બેઃ - “આ વખતે તે એ તમારી સામે જ મરશે, તમે. તેને તમારી આંખની સામે ચિતામાં બળતો જશે.” રાજાએ પૂછ્યું : એ કેવી રીતે ? એ તે મહાબલી છે.? - અધોમુખે પિતાની ચેજના વિસ્તારથી સમજાવી. દીધી. સાંભળી–સમજ્યા પછી રાજા બહુ પ્રસન્ન થયા. બીજા દિવસે રાજસભામાં તેમણે પતંગસિંહને કહ્યું શેઠજી ! તમારે કારણે મારી પાસે લોક-દુર્લભ વસ્તુઓ આવી ગઈ. બધી વસ્તુઓ અદ્વિતીય છે. હવે મારું એક બીજું કામ કરવાનું છે. એ કામ જ્યારે થઈ જશે - તે આગળની પેઢીઓ કહ્યા કરશે કે પિતનપુરમાં એક એવા રાજા પણ થયા હતા, જેણે પોતાની કન્યાના લગ્નમાં અસંભવ કાર્ય કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust