________________ 393 આમ કર્મ-કૌતુક-૩ જઈ એ. તેથી હું પણ એને મારા ઘરે બોલાવું.” આમ વિચારી પતંગસિંહે કહ્યું : “રાજન ! જે તમે મારી કુટિર પર પધારો તે મારી કુટિર ધન્ય થઈ જશે. સેવક તે સ્વામીના ઘરે જાય છે. જો સ્વામી સેવકને ઘેર જાય તે એ ધન્ય થઈ જાય છે. આઠ દિવસ પછી તમે તમારા સચિવો સાથે મારા ઘરે પધારે.” રાજાએ સહર્ષ સ્વીકૃતિ આપતાં કહ્યું “તો શું થયું? અમે જ આવીશું. મળીશું-બેસીને વાત કરીશું. સારું રહેશે.” . રાજાએ વિચાર્યું : આ વધારે સારું રહેશે. તેના ઘરે જઈશ તે તેની પત્નીઓ જ પીરસશે. ત્યારે તેમને સારી રીતે જોઈ શકીશ. પિતાને ત્યાં સારી રીતે જોઈ પણ ન શક્ત.” રાજાને આમંત્રણ આપી પતંગસિંહ ઘરે પહોંચે અને મુકતાવતી તથા લીલાવતીને બધી વાત કહી. મુકતાવતી બોલી : . . ‘તમે જાણી–બુઝીને સંકટ લઈ રહ્યા છે. શું જરૂર છે કે આપણે અહીં રહીએ? બહેન રત્નમંજરી કહી રહી હતી કે આપણે બધાં વસંતપુર જઈ એ. ત્ય તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust