________________ -કર્મ-કૌતુક-૩ 389 પતંગસિંહ પિતાના ઉડણ-કામળા પર બેસી લાલ. દ્વીપ પર પહોંચી ગયા. લીલાવતીએ મુક્તાવતીની વીંટી અને તેને પત્ર જોઈ કહ્યું ' “જંઘાચારી મુનિની વાત અસત્ય કેવી રીતે હોય? હું પણ તમારી પ્રતીક્ષા કરી રહી હતી. અમે ચારે બહે‘નોના પતિ તમે જ છે. અમે બીજી બે છીએ, સમય આવતાં એ પણ તમારા ચરણની દાસી બનશે. આ પતંગસિંહે લીલાવતી સાથે પણ ગાંધર્વ લગ્ન કર્યા અને તેને લઈ પિતનપુર આવ્યો. બંને બહેનો મળી. આ ભગિની-મિલનમાં રનમંજરી પણ સામેલ થઈ. એ - બંનેએ તેને પિતાની મોટી બહેન જ માની. - બે મહિના પૂરા થયા ત્યાં સુધી પતંગસિંહ ઘરે જ રહ્યો. એક દિવસ એ ત્રણેની વચ્ચે બેસી ગપશપ કરતો હતો. સૂકતાવતી અને લીલાવતી પતંગસિંહ સાથે : વિનોદ–વાર્તા કરી રહી હતી અને રત્નમંજરી ચૂપચાપ બેઠી હતી. તેને કંઈ કહેવું હોય તે મુકતાવતીની આડ - લઈ કઈ વાત કહી દેતી. આ કામમાં પતંગસિંહે એક એવી હસવાની વાત કહી કે ત્રણે હસતાં-હસતાં લેટ–પોટ થઈ ગઈ અને લીલાવતી હસી તે તેના મેઢામાંથી લાલ - -ઝરવા લાગ્યાં. મુક્તાવતીએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust