________________ 356 કમ–કૌતુક-૨ “અરે મૂર્ખરાજ ! કોણ કહે છે કે તું મૂર્ધરાજ છે? તું તો ઓછું સાંભળે છે? તું મારી સાથે કેવી રીતે આવી ગયે? .. હું તે લૂંટાઈ ગઈ. અરે મદન ! તું આટલે ડરપોક નીકળીશ, એ હું જાણતી ન હતી. તે તે. આને મારી સાથે નથી મોકલ્યું ને ? હવે હું કયાં જઉં ? હવે પાછી વસંતપુર પણ જઈ શકતી નથી અને આ મૂખરાજ સાથે તે બિલકુલ નહીં રહું.' રાજકુમારી રડવા લાગી. તેણે આત્મહત્યા કરવાને : નિશ્ચય કરી લીધું. નદી તરફ ગઈ. દૂરદર્શી પતંગસિંહ પણ રાજકુમારીને મનોભાવ સમજી ગયે. એ પણ તેની . પાછળ ગયે. રત્નની પિટલી કિનારે મૂકી રાજકુમારી નદીમાં કૂદી પડી. પતંગસિંહે પોતાનાં ચાર રત્ન, જે તેને. આચાર્ય સોમદો આપ્યાં હતાં, એ સારી રીતે બાંધ્યાં.. કામળે પીઠ પર બાંધ્યું અને રાજકુમારીના રનની પાટલી પણ પોતાની કમર સાથે બાંધી લીધી. રાજકુમારી હાથપગ પછાડી રહી હતી. પતંગસિંહ પણ કૂદી પડે અને.. રાજકુમારીને બચાવીને બીજા કિનારે પહોંચી ગયો. ઘડા . આ પાર જ રહી ગયા. બંનેએ પોતાનાં કપડાં સૂકવવા. નાખી દીધાં. - પછી રાજકુમારીએ કહ્યું : મૂર્ખરાજ ! તું મને મરવા પણ નહીં દે ? હવે: વિધાતાને એ મંજૂર છે કે હું તારી સાથે જ રહું. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust