________________ 349, કર્મકૌતુક-૨ - “જ મારી અંદર પુરુષનું સાહસ ઉત્પન્ન કરીશ.' અને તમને અહીંથી ભગાડી કયાંક દૂર લઈ જઈશ. પરંતુ તમે મૂર્ખરાજને વચ્ચે કેમ રાખી લીધું છે? એ . ક્રયાય નડતર રૂપ ન થાય.” એની તું કઈ ચિંતા ન કર. એ તે કશું સાંભળતે– . સમજતો પણ નથી. મેટેથી તું કાંઈપણ કહે. જ્યાં સુધી. બરાડીશ નહીં, એ નહીં સાંભળે.' પતંગસિંહ મદન અને રત્નમંજરીની વાત સાંભળ્યા. કરતે. તેણે મોટેથી સાંભળવાને પણ એક સફળ અભિનય. કરી બતાવ્યો હતો. બે બે-ચાર–ચારના જૂથમાં છાત્રગણ અધ્યયન કરતા હતા. મદન અને રત્નમંજરી એક ઝાડ . નીચે બેસી ભણવાને બહાને દિવાસ્વપ્નની વાત. કરતાં હતાં. વિદ્યાલય એક વિશાળ ઉદ્યાનના રૂપમાં હતું. ભણવાને ઢંગ આજકાલ જેવો ન હતો. આચાર્યજી સામુહિક રીતે બરે છાત્રોના પ્રશ્નોના જવાબ આપતા . હતા. સવારથી બપોર સુધી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પહેલાં જાતે અધ્યયન કરતાં. પછી એક-બીજા સાથે પ્રશ્નોત્તરી કરતાં. ત્યાર પછી બપોરના સમયે આચાર્યને પાઠ. સાંભળાવતા અને તેમની પાસે શંકાનું સમાધાન કરતા. વચ્ચે બે ઘડીને વિરામ હતું. એમાં છાત્રો કયારેક સરોવર. અને કયારેક સરિતા-તટ પર જતા રહેતા. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust