________________ પુણ્યપાલ ચરિતઆગળ વાત વધે નહીં અને રાજા આ પ્રસંગ ભૂલી જાય તે માટે મંત્રીએ પુણ્યપાલને ઘરે મોકલી દીધો અને રાજાને બીજી વાતમાં ચડાવી દીધા. રાજા આ વાતને ભૂલી ગયા. વાત ભૂલાઈ ગઈ. કેટલાક દિવસ સુધી પુણ્યપાલ. રાજસભામાં ન આવ્યું. સભાના પ્રસંગની વાત પિતાની. પત્ની કનકમંજરીને કહી તે તેણે કહ્યું : સ્વામી ! પેલી કહેવત તમે નથી સાંભળી કે રાજાની. આગળ અને ઘડાની પાછળ દુઃખ હોય છે. ઘોડાની પાછળ ઊભા રહો તો કયારેક એ લાત એવી મારે છે કે યાદ રહી જાય. રાજા ઊંધા હોય છે. તેની સામે ઊભા રહે તે આ પ્રમાણે થશે. તમે ખેડું કહેશો નહીં. કહેવું પણ ન જોઈએ.. કહેવું તે સાચું કહેવું. હિંમત ન હોય તે ચૂપ રહેવું.” “પરંતુ કનક! આ તે કાયરતા ગણાય. રાજા શું વિચારશે ? કાયરતા શેની ? આ પણ કોઈ વીરતા છે કે જાણવા છતાં આગમાં કૂદી પડવું. તમારી પ્રતિજ્ઞા એ છે કે ખોટું બોલવું નહીં અને કોઈની ખુશામત નહીં કરવી. પરંતુ. એવી પ્રતિજ્ઞા તે નથી કે પિતાની આજ્ઞા નહીં માનવી. તમારા પિતાએ આજ્ઞા આપી છે કે રાજસભામાં ન જવું.. એમાં શેની કાયરતા ? જ્યારે રાજા બોલાવે ત્યારે જરૂર જજે. અને જે પૂછે તે સાચું કહેજે સાચું બોલનારને ત્રણ લેકમાંથી કોઈની બીક નથી હોતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust