________________ 328 કર્મ કૌતુક-૨ શરૂઆતમાં રાણી અનંગમાલાનો વ્યવહાર પ્રેમનો હતો. ત્યારે રાણી અનંગમાલા તેમનો એક ક્ષણને પણ વિગ સહન કરી શક્તી ન હતી. હવે એનો વ્યવહાર એવો હતો કે બહારથી કોઈ ફરિયાદને અવસર ન હતો અને અંદરથી અણગમો હતો. પણ અંદરના અણગમાની ફરિયાદ રાજા કયા આધારે કરે કારણ કે બહારથી કોઈ ફરિયાદ હતી જ નહીં. રાણી અને માલાના આ બદલાયેલા વર્તન વિશે રાજા જિતશત્રુ મનમાં જ વિચારતા હતા - શું થઈ ગયું અનંગમાંલાને? ફૂલ જેનું તેનું કમળ આલિંગન લાકડી જેવું કઠોર થઈ ગયું. હવે એ મને વળગે છે પણ અંદરની કઠોરતા તેની કોમળતામાં આવી જાય છે. એ કઈક વિચારમય લાગે છે. તેની આંખો પણ વિચિત્ર જોઉં છું. માપના તેલને શબ્દો બોલે છે. સમાનતો બહુ કરે છે, પણ પ્રેમ નથી કરતી. પરંતુ શબ્દમાં બહું પ્રેમ આપે છે, ક્યા આધારે કહ્યું કે તું પ્રેમ નથી કરતી. પરંતું પહેલાં એ જુદી હતી. ' | “મને જોતાં જ તેની આંખે ખીલી ઊઠતી, અંગમાં ફૂર્તિ આવી જતી, હઠ વધારે લાલ થઈ જતા હતા. કયારેક તો ફફડતા લાગતા હતા. એવું લાગતું હતું કે પ્રેમનું આમંત્રણ આપી રહી છે. હું પ્રયત્ન પૂર્વક તેને ખુશ રાખવા પ્રયત્ન કરું છું. ઘણી વાર પૂછ્યું કે તને કે દુઃખ છે ? પણ એ ટૂંકમાં બસ “ના” કહે છે. એના