________________ કકૌતુક-૧ 315. યુવરાજ પતંગસિંહના વિદ્યાધ્યયનની વ્યવસ્થા થઈ ગઈ. કંચનપુરના સોમદત્ત નામના એક વિદ્વાન બ્રાહ્મણ હતા. એ તિષ, વ્યાકરણ સાહિત્ય વિગેરે વિષયોમાં મર્મજ્ઞ. હતા. શસ્ત્રાસ્ત્ર શિક્ષણમાં પણ એ પિતાના સમયના દ્રોણાચાય અથવા પરશુરામ હતા. હવે એ યુવરાજ પતંગસિંહના આચાર્ય–શિક્ષક હતા. અને સંરક્ષક પણ હતા. હવે તો એ તેનાં માતા-પિતા. પણ હતા. કલાચાર્ય અને ગુરુ સેમદત્ત શમના હૃદયમાં. પતંગસિંહ પ્રત્યે શિષ્ય-ભાવ જ ન હતો. કેઈ અજ્ઞાન. કારણથી પુત્રભાવ અને પોતાપણું પણ હતું. એ પિતાનું બધું જ જ્ઞાન અને કલાઓ યુવરાજને મુક્ત હૃદયથી આપી. રહ્યા હતા. તેમની સાથે જ પતંગસિંહ મેઘાવી, પ્રતિભા-. સંપન્ન અને ગુણગ્રાહી હતો. એ ભણવાની સાથે ગણતે. પણ હતો. કંચનપુરની પ્રજાની ભાવિ આશા, રાજા જિતશત્રુને. નયનતારો અને આચાર્યને દુલારે રુચિપૂર્વક જીવનનાં વર્ષ અને વિદ્યાનાં સોપાન પાર કરતે જતો હતો. મંત્રી: ગુણવર્ધન પિતાની આ વ્યવસ્થાથી પ્રસન્ન હતા. તેમણે . જ આચાર્ય સોમદત્તની નિયુક્તિ કરી હતી અને તેમને કહ્યું હતું કે મારી અનુમતિ સિવાય તમે કેઈના કહેવાથી યુવરાજને વિદ્યાલયની બહાર નહીં જવા દે. દૂરદર્શી આચાર્યએ પણ આશ્વાસન આપ્યું હતું કે યુવરાજના હિત ખાતર હું રાજકેપ પણ સહન કરી લઈશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.