________________ કમ–કૌતુક-૧ 3 09 બહુ જલદી સાસુ બની ગઈ હસતાં-હસતાં રાજા જિતશત્રુએ કહ્યું : જલ્દી તે બની ગઈ, પણ તે વહુનું મહું પણ કયાં જોયું છે ? મેં તારાથી પહેલાં જ જોઈ લીધું.” રાણીએ કહ્યું : એ પણ કંઈ જવાનું છે? તમે એને માતાના ખોળામાં રોતી જોઈ છે. પરંતુ હું જ્યારે એને જોઈશ, ત્યારે એ આ ભવનમાં રુમ-ઝુમ કરતી ફરશે.” આ પ્રમાણે શંગાર અને વાત્સલ્ય. રસથી મંડાયેલા રાજા જિતશત્રુ અને રાણી કંચનસેનાના દિવસે પસાર થતા હતા. બંનેનું ભવિષ્ય આશાઓથી ભરેલું હતું. પણ દેવની ઈછા કંઈક જુદી જ હતી. દેવ ઈચ્છતો હતો કે કંચનસેન ! તું પુત્રને જોઈ શકીશ, પણ પુત્રવધૂને નહીં જોઈ શકે. દેવની આ ઈચ્છાને કારણે રાણી કંચનસેના પાંચ વર્ષને પુત્ર છોડી પરલોક સિધાવી ગઈ. મારા કેવી વણ ઈછી ઘટના બની ગઈ ! રાજા જિંતશત્રનો -હર્યો–ભર્યો સંસાર ઉજડી ગયે. એ વિધુર થઈ ગયા અને પતંગસિંહ માતૃહીન થઈ ગ. રાજભવનમાં કરૂણાને સાગર ઉમટી પડે. દાસ-દાસીઓની આંખોમાં આંસુ હતાં, રાજા જિતશત્રુ પતંગને છાતીએ લગાવી પછાડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust