________________ 281 કર્મ કૌતુક-૧ ન કર્યો તે જે યુવરાજ આજે સત્તર દિવસનો છે, એ કોઈ દિવસ સાત મહિનાને પણ થઈ જશે. ત્યારે તેને છ મહિનાનો બનાવી શકાશે નહીં. પછી પસ્તાવાનો વારો આવશે.” રાજા જિતશત્રુએ કહ્યું : વિપ્રવર ! તમે સાચું કહો છે. કર્તવ્ય નિકુલ થવાથી દુર્ભાગ્ય અને સફળ થવાથી સૌભાગ્ય માનવું જોઈએ. હાથ ઉપર હાથ રાખી બેસી રહેવાથી ભાગ્ય પણ બેસી જાય છે.” આમ કહી રાજાએ કાશીના જતિષી પંડિત વિષ્ણુદત્તને એક હજાર સોનામહોર આપી. ત્યાર પછી એ પંડિ તજી સાત દિવસ સુધી કંચનપુરમાં વધુ રહ્યા. એ દિવસોમાં રાજાએ પોતાના મંત્રીને કહ્યું : " “મંત્રીવર ! હું અને તમે બંને કેઈ રાજકન્યાની શોધમાં જઈએ. જે કઈ શિશુવયની રાજકન્યા ન પણ મળે તો કોઈ નિર્ધન શિશુકન્યા સાથે યુવરાજના લગ્નની વાત પાકી કરી દઈશું. છે તો અટપટી વાત, પણ છે મહિના થતા પહેલાં જ પતંગસિંહનાં લગ્ન કરી નાખવાં છે. મારી તે સ્પષ્ટ માન્યતા એ છે કે ખરાબ પરિ ણામને અનુભવ કરીને ના શીખીએ. કુવામાં પડવાથી વાગે છે, એ વાત સાંભળી માની લેવું જોઈએ એ નહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.