________________ પુણ્યપાલ ચરિત–૧ 15 તમે એ અનુભવ નથી કરતા? શું હું જૂઠું બોલું છું? ધનદત્ત ! તમે કહો.' ' * ધનદત્ત નામના એક શેઠ પિતાના આસન પરથી * ઊભા થયા અને બેલ્યા: અન્નદાતા ! તમે સાચું કહે છે. એમાં બે મત નથી. મારી વણઝાર લૂંટાઈ જતી હતી. મેં તમને કહ્યું. “તમે એવી વ્યવસ્થા કરી કે ડાકુઓ છુપાઈ ગયા. એક વર્ષ સુધી તમે મારી પાસે કર લીધે નહીં. આ બંને કારણે હું ખૂબ કમાયે. હું એમ કહીશ કે આજે હું જે છું તે તમારા કારણે છું.” સાગરદત્ત! તમે પણ બોલો.” રાજાના કહેવાથી શેઠ સાગરદરો કહ્યું : “રાજન ! હું ભાઈ ધનદત્તની વાતનું સમર્થન આપતાં એટલું જ કહીશ કે વેપારીને એ અહંકાર મિથ્યા છે કે એ પિતાના અનુભવથી કમાય છે. રાજાના ભુજ બળથી અમારા જેવા શેઠિયાઓના ખજાના ભરાય છે. જેના ઉપર તમે ગુસ્સે થાઓ છે, તેને માટીમાં રગદોળી નાખો છો. શેઠ રત્નચન્દ્રએ કરી કરી ને તમે તેનું બધું ઝૂંટવી લીધું. આજે તે ફેરી કરે છે.” બસ, બધાએ વખાણ કરવાનું શરૂ કર્યું. બધાએ રાજાના અહંકારને એ તૃપ્ત કર્યો કે રાજા ફૂલાઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust