________________ પુણ્યપાલ ચરિત– 1 “પહેલાં એ વિચારો કે તમારે પુત્રીએ કેમ જન્મ છે, પુત્ર કેમ નથી થતો ? એ વાત પર વિચાર કરો કે તમારો પતિ તમને કેમ હેરાન કરે છે ? આ બધું કર્મ બંધનનું કારણ છે. સારા કર્મો કરવાથી સુખ પામશે અને ખરાબ કર્મોથી દુઃખ પામશે. લેઢાની સાંકળમાં બંધાએ અથવા સોનાની સાંકળમાં, બંનેમાં બંધન તે છે જ. અખંડ આનંદ પ્રાપ્ત કરવા બંધન તેડવાં પડશે. આ કમેને નાશ કરવાનો વિચાર કરે. ધર્મના શરણે આવે. લીમડાનું ઝાડ વાવી કહો કે મહાત્માજી આ લીંબડી કડવી છે. એ કઈ ઉપાય બતાવે કે લીંબડી મીઠી થઈ જાય. લીબડી કેવી રીતે માઠી થશે? કયારેય નહીં થાય. અસંભવ છે. મીઠું ફળ ખાવું હોય તે આંબાનું ફળ વાવે. પુત્ર ન થવાનાં કામ કરી વાંઝણી પૂછે છે કે કોઈ ઉપાય બતાવે. જે કર્યું હોય તેનું ફળ સમભાવથી ભગવો અને આગળના પુણ્ય માટે સંચય કરે.” આવી વાતો કહેનાર નિગ્રંથ સાધુ હતા. એ જન શ્રમણ પણ કહેવાતા. જેમનામાં થોડે પણ વિવેક હતો એ બધાને જનધર્મ પ્રિય હતો. જેન શ્રમણ નગર–નગર, ગામગામ વિહાર કરી મનુષ્યોને જ્ઞાન આપી જગાડતા. મંત્રીપત્ની કમલાવતી પણ જેનધર્મમાં માનતી હતી. તેણે જૈન મુનિને ઉપદેશ સાંભળે હતે. તેનું જીવન ધર્મમય હતું. તે ધર્મ ક્રિયાઓ અને દાન-પુણ્ય દ્વારા પિતાના ગર્ભસ્થ બાળકને શુભ સંસ્કાર આપતી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust