________________ વસંતમાધવ–૨ અહીં મેઘાવંતી ફરી મંજુષાના ભવન પર ગઈ. સેવકે પણ સાથે હતા. વાસંતી સહિત બંનેને પકડી મહેલમાં લઈ આવી અને મંજુષાને ગર્ભગૃહમાં પૂરી દીધી. તેને વિચાર હતો કે ચેડા દિવસ ભૂખી તરસી રહેશે તે પિતાના. ગુપ્ત પતિનું નામ બતાવી દેશે. તેને હું મારી નંખાવીશ. અને પછી જ્યાં હું કહીશ, ત્યાં લગ્ન કરવા રાજી થઈ જ જશે. મંજુવાને ગર્ભગૃહમાં પૂર્યા પછી મેઘાવંતીએ એકાંતમાં વાસંતીને કેરડાથી એટલી મારી કે તેની ચામડી. ઉખડી ગઈ પણ વાહ રે સ્વામિભક્તિ ! વાસંતીએ વસંતમાધવનું ઠામ-ઠેકાણું ન બતાવ્યું. ત્યારે મારવાવાળી થાકી ગઈ. વાસંતીને એના ઘરે મોકલી દીધી. એક મહિનામાં એ સાજી થઈ ગઈ. આ વાસંતીનું કેરડાના મારથી છલાયેલું શરીર તે સાજુ થઈ ગયું, પણ મનમાં બહુ બેચેન હતી. કારણકે તેની સ્વામિની-સખી મંજુષાની કશી ખબર ન હતી: કે એ કઈ દુનિયામાં રહે છે. વાસંતી વિચારતી હતી : “રાજકુમારી ગર્ભવતી પણ છે. તેના ઉપર શું વીતતું હશે? નવી રાણી બહુ કઠેર છે. તડપાવી-તડપાવી મારી નાખશે અથવા કેઢી રાજકુમારી મરી જશે પણ બીજા કેઈની થશે નહીં. હવે મારે કઈ યુક્તિથી રાજકુમારીની મુક્તિને પ્રયત્ન કરી જોઈએ.” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust