________________ વસંતમાધવ– 153 મુનિશ્વરે વસંતમાધવને નિયમ અપાવ્યું અને નવપદ પણ મેંઢે કરાવી દીધો. પછી પૂછયું : વત્સ ! લીલાં ઝાડ ન કાપવાને તે નિયમ લીધે છે, તેને આશય પણ સમજી ગયા ને ? “પ્રભુ ! મારે આશય સમજવાની શી જરૂર છે? તમારી આજ્ઞા માની પાલન કરીશ. એટલું જાણવું જ પૂરતું છે.' મુનિ બોલ્યા. “વત્સ ! એટલું પૂરતું નથી. પહેલાં વિચાર, પછી ક્રિયા, ત્યારે કામ થાય છે. આંખો બંધ કરી રસ્તા પર ચાલી શકાતું નથી–ધર્મપથ પર પણ નહીં. વત્સ ! આપણી પંચેન્દ્રિયની જેમ લીલી વનસ્પતિમાં પણ જીવન છે. જીવતી રહેવા માટે એ પણ આહાર કરે છે. મૃત્યુથી કુહાડી જોઈ એ વનસ્પતિઓ પણ ધજી ઊઠે છે. તેથી લીલા ઝાડ ન કાપી તમે હિંસાના પાપથી બચશે. સાથે જ તમારી અહિંસા–ભાવનાને વિસ્તાર થશે. દયાવાન બનશે. આ નિયમ જે તમે લીધે છે, અહિંસા પથ પર ચાલવાને, એ પહેલી સીડી છે. પછી વૃની ઉપયોગિતા પણ તે અસંદિગ્ધ છે. આ ઝાડ હારેલા-થાકેલાને શીતળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust