________________ 148 વસંત માધવ૧ ભૂખે રાખે છે. આ સાંભળી રાણી તે ગુસ્સે થઈ ગઈ અને દુઃખ ભરેલા અવાજે રાજાને કહ્યું : સ્વામી ! તમે પણ સાંભળ્યું કે નહીં? આ કેવા ગુરુ છે કે મારા સુકુમાર પુત્રને કોરડાથી મારે અને ત્રણ. દિવસ સુધી ભૂખ્ય રાખે ? એ ભૂખે કેવી રીતે રહ્યો હશે ? આવા ગુરુને રાજ્યમાંથી કાઢી મૂકે અને મારા. પુત્રને લઈ આવે. ગુરુ જે બ્રાહ્મણ ન હોત તે પ્રાણદંડ. આપવાનું કહેત.” બધું સાંભળ્યા પછી રાજાએ રાણીને કહ્યું : પ્રિયે ! તું ભૂલે છે. માતા-પિતાને પોતાનાં સંતાન. જેટલાં વહાલાં હોય છે. ગુરુને શિષ્ય પણ એટલા જ વહાલા હોય છે. બંને સંતાન અને શિષ્યનું ભલું છે છે. ગુરુ દ્વારા શિષ્યને માર અને ભૂખ્યા રહેવામાં શિષ્યનું કંઈક હિત છુપાયું હશે. ગુરુજનેનાં કુવચન પણ આશીર્વાદ હેય છે.” - રાણુને ધીરજ રહી. થોડા દિવસ ગુરુદેવ પછી. રાજપુત્રને સાથે લઈ રાજા પાસે આવ્યા અને કહ્યું : , “રાજન ! તમારા ભાવિ શાસકને સંભાળે. છેલ્લે. પાઠ તેને ભણાવી દીધું છે. હવે એક સુશાસકના બધા ગુણ એમાં આવી ગયા છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust