________________ -વસંતમાધવ 1 “રાતે કયારે આવ્યા હતા ?" ૧૪પ વસંતમાધવ ચૂપ ઊભો રહ્યો. પણ રાજા યશોધ વધારે ગુસ્સે થઈ ગયા. ક્રોધ બહાર આવી ગો અને બોલ્યા : . . * . . ' ' ‘હવે તું ત્યારે જ મારી આંખો સામે આવજે, જ્યારે કઈ અભિનવ કળા શીખીને આવે. નહીં તે ક્યારેય કૌશામ્બીમાં પગ ન મૂકીશ. હમણાં જ અહીંથી જતે રહે. -આટલા દિવસ તેં તેફાન-મસ્તીમાં ગુમાવ્યા. થોડું થોડું કરી કંઈ શીખે હેત તે જાણે શું બની ગયું હોત? તને લાખ વાર સમજાવ્યું, પણ તારી સમજમાં કશું આવ્યું નહીં. હવે સહન કરવાની હદ આવી ગઈ. જે તારી માતા -તને રોકે તે તેને પણ સાથે લઈ જજે. જતો રહે. મારી આંખ આગળથી દૂર થા.” મા કહેતાં–કહેતાં રાજા હાંફવા લાગ્યા. આજુબાજુ ઊભેલા નોકરે પણ તેમના ગુસ્સાથી ધ્રુજી ગયા. વસંતમાધવ ચુપચાપ જાતે રહો અશ્વશાળામાંથી પિતાને ઘડે કાઢી ‘ઉદ્યાનમાં પહોંચે અને ત્યાં ગુણચન્દ્રની રાહ જોવા લાગ્યું. આ બંનેનું મિલન સ્થાન હતું. જે પહેલે આવે એ અહીં બેસી બીજાની પ્રતિક્ષા કરતે. પરંતુ બંને એટલા છેડા અંતરમાં આવતા કે કોઈક એકને થોડી જ ક્ષણે પ્રતિક્ષા કરવી પડતી. આજ વસંતમાધવ સમય પહેલાં આવી ગયો. તેથી થોડો વધારે સમય બેસવું પડયું. ગુણચન્દ્ર અથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust