________________ 129 પુણ્યપાલ ચરિત-૩ શેઠે આપવાની હા પાડી, ત્યારે વેશ્યાએ કહ્યું : તે સમયે તેને મારી નાખે. કોધ ઉપર સંયમ રાખો.” બીજો સાર છેઃ “વધારે ઊંઘો નહીં.” ત્રીજો સાર કરીને પ્રેમથી વશ કરે થે સારઃ “સ્ત્રીની વાત માને નહીં.' આ ચાર સાર અને બીજી વસ્તુઓ લઈ શેઠ. પિતાના. નગરમાં આવ્યું. જે લોકોએ જે-જે વસ્તુઓ મંગાવી હતી તે બધાને આપી દીધી અને પોતે જે વસ્તુ લા. હતે તે ઈચ્છા પ્રમાણે બધાને આપી દીધી. ' ત્યાર પછી શેઠ રાજ સભામાં પહોંચ્યા. રાજાને પ્રણામ કરી શેઠ આસન પર બેઠે. રાજાએ પૂછયું : શેઠજી! મેં ચાર સાર મંગાવ્યા હતા, તે લાવ્યા?” શેઠે કહ્યું : રાજા! મારે તેના માટે બહુ જ મહેનત કરવી પડી.. પણ તે કયાંય મળ્યા નહીં. છેવટે એક સાર માટે એક લાખ મુદ્રા આપી, મેં તમારે માટે તેને ખરીદ્યા.” ( રાજાએ ચારે સાર શેઠ પાસેથી લઈ લીધા અને. ઈનામમાં પાંચ લાખ મુદ્રાઓ આપી. અને બીજી કિંમતી. વસ્તુઓ આપી, તેમનું સન્માન કર્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust