________________ 74 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. “રાજન ! જે તમે પટ્ટરાણીનો ત્યાગ કર્યો, તે કલ્પલતા છેદાઈ ભૂમિપર પડેલી સમજવી, એ લત્તા ફળવાળી થઈ એટલે રાણી પુત્રવતી સમજવી ને કલ્પક્ષ ને પાછી વળગીગઈ એટલે તમને પરાણી આજે મળવી જોઈએ, ચોથા પ્રહરે તેમાંય પરોઢમાં આવેલું સ્વપન તે દિવસેજ ફળને આપનારું થાય છે માટે આજે તમને પુત્ર સહિત કલાવતી મલશે !! ગુરૂની વાણી સાંભળી રાજા ઘણે ખુશી થઇ. પિતાને આનંદ પ્રગટ કરતો તે છે ભગવાન ! આપના પ્રભાવથી મારું સારૂંજ થશે.' સૂરિને વંદન કરી શંખરાજ નંદનવનમાં પિતાને ઉતારે-સ્થાનકે આવ્યું. રાજાએ વિચાર કરી દત્તને પોતાની સન્મુખ બોલાવી આજ્ઞા કરી. “મિત્ર ! જોકે લજજાથી હું તને કહેવાને અસમર્થ છું, દુબુદ્ધિવાળા મેં તારી ધર્મભગિનીનું ઘણું અનર્થ કર્યું છે, મારા એ પાપને ભૂલી જઈ તુ શીવ્ર ગતિએ ભ૯ને સાથે લઈ તપાસ કરી તારી બહેનને તેડી લાવ ! અન્યથા ગુરૂએ આશ્વાસન આપ્યા છતાં એ જે નહિ મળે તો અવશ્ય હું આવતી કાલે કાષ્ટભક્ષણ કરીશ. માટે ગમે તેમ કરી એને સમજાવીને હે દત્ત ! તું મોટા માન સહિત તેને તેડી લાવ. જેવી આજ્ઞા દેવ !" દત્તે રાજાનું વચન અંગીકાર કર્યું. પ્રાત:કાળમાંજ દષ્ટિ ભટ્ટ તેમજ બીજા છેડા પરિવાર સાથે મારતે ઘોડે ભટ્ટના બતાવેલા માર્ગે જંગલ તરફ રવાને થો. ન ભટે ભયંકર જંગલમાં કલાવતીને છેડી હતી ત્યાં. આવી પહોંચ્યા, જંગલમાં ચારે બાજુએ તેઓ શેધ કરવા લાગ્યા એટલામાં કાષ્ટ વીણી રહેલા તાપસ ઉપ૨ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust