________________ 50 " -* , પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દેવશાલપુરથી કેઈ આવ્યું છે ? હા, મહારાજ ! દેવીને તેડવા સારૂ રાજાએ પોતાના સેવકોને મોકલ્યા છે. તે મારે ઘેર રહેલા છે પણ અવસર નહી મળવાથી હજી આપના દર્શને આવ્યા નથી. રાજશેઠની વાત સાંભળી રાજાના હૈયામાં ધ્રાસકે પડ્યો. એ રાજસેવકને તરતજ પોતાની પાસે બોલાવ્યા. દેવશાલપુરના રાજસેવકે રાજા આગળ હાથ જોડી ઉભા રહ્યા. મહારાજ ! આપને જય થાઓ.” - “રાજાએ દેવી માટે કાંઈ મોકલાવ્યું છે વારૂ ? રાજાએ રાજાસેવકેને પૂછવું શરૂ કર્યું. હા, રાજન ! આપને માટે તેમજ દેવી માટે અમૂલ્ય વસ્ત્રો આભૂષણે વગેરે કેટલીક કિમતી વસ્તુઓ મેકલી છે.” એ બધી ક્યાં છે? અહીં હાજર કરો : નરેશ્વર ! કેટલાંક દેવીનાં વસ્ત્રાભરણ તો અમે પરમ દિવસે આવ્યા ત્યારે સાંજના દેવી માતાપિતાના કુશલ સમાચાર જાણવાને શેઠને ઘેર આવેલાં હતાં તે લઈ ગયાં છે. એમને પહેરવા માટે જયસેન કુમારે કીમતી હીરા માણેક જડેલા બાજુબંધ કરાવેલા હતા તે પણ દેવી લેતાં ગયાં છે. એ બાજુબંધ તમે ઓળખી શકે છે ?" . “કેમ નહિ? મહારાજ ! જયસેન મહારાજે ઘણા સ્નેહથી પિતાની બહેન માટે હીરા, મણિ વગેરે રત્રોથી જડાવેલ્સ એ બાજુબંધ બહુ જ કીમતી છે.” રાજસેવકોની વાણી સાંભળી રાજાએ જયસેનના નામવાળા તે બાજુબંધ સેવકને બતાવ્યા. સુવર્ણના થાળમાં રહેલા તે બાજુબંધને ઈસેવકે બોલી ઉઠ્યા. P.P. Ac. Gunrathasuri M.S