________________ 508 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સાગરમાં રહ્યા છતાં પાપરૂપી પંથી અલિપ્ત એવા આપ જયવંતા વત્તો કે જેમનું ચારિત્ર ભુવનને વિષે આશ્ચર્ય કરનાર છે. ' ઈદ્ર એ પ્રમાણે સ્તુતિ કરી બે હાથ વડે કરસંપુટ કરી ભગવાન આગળ બેઠા તે સમયે હરિસિંહ રાજાપણ પદ્માવતી દેવી સાથે ત્યાં આવ્યો ત્યારે મુનિના વેષમાં, તેમજ કેવલજ્ઞાની એવા વિશ્વને આનંદકારી પોતાના નંદનને જોઈ ખુબ હર્ષથી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. “કુલકર્મ કરી તેમને રાજ્ય સ્થાપન કરી ધર્મને યોગ્ય એવા અમે દીક્ષા લેવાને યોગ્ય હતા. તે દીક્ષા તમે શી રીતે પામી ગયા? અરે ! સંસારમાંથી નિકળવાને આતુર થયેલા તમને મેહથી મૂઢ થયેલા અમે જર્જરી - ભૂત થયેલા રાજ્યપિંજરમાં નાખ્યા એ મિથ્યા દુષ્કૃત ." રાજા કેવલીની સ્તુતિ કરતા ને પિતાની નિંદા કરતા હતા. તે દરમિયાન સ્વામીનું અદ્દભૂત ચરિત્ર જાણી પેલી સોળે નવોઢાઓ ત્યાં આવી પહોંચી. પતિના ચરિત્રથી વિસ્મય પામેલી તે કેવલીને નમસ્કાર કરી પદ્માવતી દેવીની પાછળ બેઠી. કેવલી ભગવાનની પ્રશાંત મુદ્રાને વિલોકતી એ સ્ત્રીઓની વિચાર શ્રેણિ ભાવીને યોગે પલટાઈ ગઈ. ભવ ઉપર ઉદાસ થઈ ગયેલી તે બાળાઓ સંસારની અનિત્યતાનું સ્મરણ કરતી શુભ ભાવનામાં આરૂઢ થઈને તરતજ કેવલજ્ઞાન પામી. ઈકે તેમને સાદેવીનો વેષ આપી નમસ્કાર કર્યો તેમની સ્તુતિ કરી. ઈવની પાછલ સકલ પરિવારે પણ ' નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી. આ બધું જોઈ સુધન શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો, આ આશ્ચર્ય પણ કાંઈ જેવું તેવું નથી, ગુણસાગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust