SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 503 કરતા કેટલાક ગુણસાગરને વખાણતા હતા. કેટલાક કહેવા લાગ્યા કે રતિના રૂપને જીતનારી આઠે કન્યાઓને ત્યાગ કરી ગુણસાગર દીક્ષા ગ્રહણ કરશે. એવા એના આત્માને ધન્ય છે. ત્યારે કેટલાક કહેતા કે દીક્ષા લેવાને ઉસુક થયેલા ગુણસાગરને માતા પિતાએ કન્યારૂપી બેડીઓ પહેરાવી દીધી કે જેથી વ્રત લેવા તે હવે તૈયાર થશે જ નહિ. કેટલાક કહેવા લાગ્યા કે આ મૂઢ સ્ત્રીઓ-કન્યાઓ શું જાણુને આ વૈરાગ્યવાન સાથે પરણી હશે. સુવર્ણની છુરી શુ કાંઈ પેટ ઉપર મરાય છે? એવી રીતે ભિન્નભિન્ન નારીઓનાં વચનને સાંભળતો ગુણસાગર પ્રિયા સાથે પોતાના મકાને આવ્યો, પોતાના વિશાળ મકાનમાં ભદ્રાસન ઉપર ગુણસાગરને બેસાડી આજુ બાજુ તેની માતા તથા પિતાદિક પરિવાર બેઠે કુમારની પાસે એની સ્ત્રીઓ-નવીન પત્નીઓ બેઠી. તે પછી એ વરરાજા આગળ વીણાના તાર સાથે પોતાના કંઠને મેળવતી તેમજ ચરણના ઠપકા વડે મનને રંજન કરતી પણ્યાંગનાઓ અદ્દભૂત નત્ય કરવા લાગી આ બધો પરિવાર જ્યારે એ અદ્દભૂત નાટક જોવામાં સાવધાન હતો ત્યારે તરતને પરણેલે ગુણસાગર શું વિચાર કરતો હતો? બાહ્યથી સંસારના બંધનમાં બંધાયેલો ગુણસાગર તો સમતારસમાં લીન થયો છતો સંસારની અસારતા ચિંતવતો હતો, “અરે ભવરૂપી વૃક્ષનું મૂળ આ સ્ત્રી જ છે, એનો સમાગમ કરવાથી પુત્રાદિક સંતતિ ઉત્પન્ન થાય છે. એ કુટુંબના પરિવાર માટે જીવને પાપ રૂપી આજીવિકા કરવી પડે છે. એવી સ્વાર્થ પુરતો જ સ્નેહ દર્શાવનારી વિરક્ત સ્ત્રીયોની કેણ ડાહ્યો માણસ ઇચ્છા કરે ? રાગી ઉપર પણ વૈરાગી થતાં આ સ્ત્રીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy