________________ 488 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “તમે અત્યારે વિવેકરૂપ પર્વત ઉપર આરૂઢ થયેલી હેવાથી હવે તમારે ધર્મ પ્રાપિત દુર્લભ નથી. જે આસ્તિક -સમક્તિવંત છે તેનુ મનુષ્યપણું, સારૂ કૂળ, કુટુંબ પરિ-- વાર, સમૃદ્ધિ આદિ સામગ્રી સફળ થાય છે. અર્થાત તે એ બધી સામગ્રીને સદ્દઉપયોગ કરે છે અને મુક્તિ પણ તેને દુર્લભ નથી. હાલમાં તો ત્યાં સુધી તમે સંતોષને ધારણ કરી નમસ્કારમંત્રનું સ્મરણ કરતી, જીવદયા પાળવામાં પ્રીતિવાળી તેમજ સત્યવાણી ઉચરવા પૂર્વક ધર્મ આરાધન કરતાં છતાં ઘરમાં રહો કે જ્યાં લગી ગુરૂમહારાજનો જોગ પામી યોગ્ય ધર્મ આરાધવાને અવસર પ્રાપ્ત ન થાય.” પૃથ્વીચંદ્ર કુમારની વાણી એ બધી સ્ત્રીઓએ અંગીકાર કરી. યથાશક્તિ ધર્મનું આરાધન કરતી સમય નિગમ મન કરવા લાગી. પૃથ્વીચંદ્ર રાજા વિષ્ણુબટુક થકી સર્વે વૃત્તાંત જાણી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું “અરે ! મેં તો ધાર્યું હતું કે કુમારને પરણાવવાથી સ્ત્રીઓના મોહમાં લપટાઈ બદલાઈ જશે પણ સ્ત્રીઓ તો આને કાંઈ પણ વશ કરી શકી નહિ. પરંતુ કુમારે સ્ત્રીઓને પ્રતિબોધી વૈરાગી બનાવી દીધી. હવે શું કરવું ? હાં ! એક ઉપાય છે રાજ્ય ઉપર સ્થાપન કરૂ, એ રાજ્યકાર્યમાં વ્યગ્ર થવાથી ધર્મનો ત્યાગ કરશે.” રાજાએ એ પ્રમાણે વિચાર કરી પોતાને એ વિચાર પટ્ટદેવીકુમારની માતાને કહી સંભળાવ્યો, રાજાની વાત સાંભળી પટ્ટદેવી બોલી, “સ્વામી! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.