________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 35 અત્યારે તે વેરણ બની ગઈ હતી. પ્રાત:કાળ સુધી ધીરજ ધરવા જેટલી સહનશીલતા પણ મન બતાવી શક્યું નહી. મનની વ્યાકુળતાથી રાજા આખરે કાંઇક નિશ્ચય કરી ઉઠય. દિવાનખાનામાં આવી મધરાતના ઝાંખા પડતા દિપકેને સતેજ કર્યા એક લાંબી ખુરશી-બેઠકપર રાજા કાંઈક વિચાર કરતો બેઠે. ત્યાં રહેલા પહેરગીરને હાક મારી. આવી માજમ રાતે પહેરગીર મનમાં અનેક ગડ ભાંગ કરતો શંખરાજ સામે કુર્નિશ બજાવી ઉભો રહ્યો. જા ભટ્ટને બેલાવી લાવ. રાજાને હુકમ સાંભળી પહેરગીર સલામ ભરી ચાલ્યો ગયો. રાજાનું મન પાછું તોફાનમાં ઝોલાં ખાવા લાગ્યું. “અરે શું એ દુષ્ટાને મારી નંખાવું ? કે એને જંગલમાં હિંસક જાનવરોના ખોરાક માટે છોડી દઉ? શું કરું ? આ મહાન પાપ હવે શંખપુરમાં તો નજ જોઈએ!? એ વિચારમાં એકચિત્તવાળા રાજાને ભટ્ટ સામે હાથ જોડીને ઉભે રહ્યાની પણ ખબર પડી નહિ, રાજાની નજર જ્યારે ભદ ઉપર પડી ત્યારે વિચારમાંથી એકદમ સાવધ થઈને બોલ્યો " ! પ્રાત:કાળે સૂર્યોદય થતાં પટ્ટરાણી કલાવતીને રથમાં બેસાડી ભયંકર જંગલમાં લઈ જઈ છેડી મૂક, જે એમાં જરા પણ ગફલત થશે તો તેને કુટુંબ સહિત મરાવી નાખીશ, ભટ્ટને એ પ્રમાણે હુકમ ફરમાવી શંખરાજ ત્યાંથી પોતાના શયનગૃહ તરફ ચાલ્યો ગયો. રાજઆજ્ઞા સાંભળી ભટ્ટ મનમાં અનેક વિચાર કરતો ત્યાંથી પિતાના ઘેર ગયે. રાત્રી હજી વિશેષ હેવાથી એણે ઘોરવા માંડયું. પ્રાત:કાળ થતાં વહેલ વહેલો નિત્યકર્મથી પરવારી રથ તૈયાર કરી પટરાણી કલાવતીના મહેલ આગળ ખડો કર્યો. બે હાથ જોડી મસ્તક નમાવત ભટ્ટ, પટ્ટરાણીને કહેવા લાગ્યો, “માતાજી ! મહારાજ ઉપવનમાં પધાર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust