________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 437 - - જણાવનારા પણ એ જ્ઞાની ગુરૂઓ પોતે જ છે. તેમની વિરાધના લેશ પણ ન થઈ શકે.” ગુણધર મુનિએ એ પ્રમાણે કહી પોતાની દેશના સમાપ્ત કરી. તે પછી પુરૂષોત્તમ રાજાએ પોતાના પુત્ર પુરૂષચંદ્ર કુમારને રાજ્યપદે સ્થાપન કરી કપિંજલ વગેરેની સાથે મહામહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી, દિયાત્રા કરવા નિકળેલા કનકદેવજ નરપતિ પોતાના બંધુ જયસુંદર વગેરે પરિવાર સાથે ગુણધર સૂરીશ્વરની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા ને જયસુંદરને રાજ્યપદે સ્થાપન કરી દીક્ષા લેવાને તેમને મનોરથ થયો. જેથી તેમણે ગુરૂને વિનંતિ કરી. “ભગવાન ! હું પણ મારા લધુ બાંધવ જયસુંદરને રાજ્ય આપી આપની પાસે દીક્ષા. ગ્રહણ કરીશ.” - " બાળકે રચેલા ધુલીગ્રહને થોડીવાર રમીને પછી તે તેનો ત્યાગ કરી દે છે તેમ તમારા જેવા ઉત્તમ નરને મુકિતની વરમાળ માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. માટે તમારે હવે ક્ષણભર પણ પતિબંધ ન કરવો. ગુરૂનું વચન સાંભળી રાજાએ પોતાના લઘુ બાંધવ જયસુંદરને રાજ્ય ગ્રહણ કરવા કહ્યું “હે વત્સ ! તું રાજ્ય ગ્રહણ કર, જેથી 'હું સંયમને આદરું. - રાજાની વાણી સાંભળી ગદગદિત સ્વરે જયસુંદર બેલ્યો “હે નરેશ્વર ! પોતાના પ્રિય જનને કેદખાનામાં ઝીકી પલાયન કરી જવું એ ઉત્તમ નરની રીતિ ન કહેવાય. ગુરૂની વાણીથી વૈરાગ્યવંત હું પણ આપની સાથે દીક્ષા ગ્રહણ કરીશ. જયસંદરને દીક્ષાનો નિશ્ચય જાણી કનેકધ્વજ રાજાએ પિતાની છાવણીમાં સામંત, મંત્રી, સેનાપતિ આદિ સર્વની સમક્ષ કમાર કનકકેતુનો રાજ્યાભિષેક કરી દીધો. .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust