________________ 422 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપના જેવા નિરપરાધી મુનિને નાહક મેં પીડિત કર્યા ઘોરાતિઘોર નરકમાં પણ મને સ્થાન નહી મલે. એ મહા. પાપ મારાં દૂર કરો, હું તમારા શરણે આવ્યું છું. ) રાજા મુનિના ચરણમાં પડી ખુબ પશ્ચાત્તાપ કરવા લાગે મુનિએ પિતાનું ધ્યાન પૂર્ણ કરી રાજાને ધીરજ આપતાં કહ્યું. “રાજન ! ભય રાખીશ નહિ અપરાધીજને ઉપર પણ મુનિઓ કેપ કરતા નથી તો પછી તારા જેવા પશ્ચાત્તાપ પરાયણ ઉપર તો ક્રોધ શી રીતે કરી શકે ? છતાં કંઈક હિતોપદેશ સાંભળ ! - દૂધનું પાન કરનારો માજર લાકડીના ઘાને જેતે નથી તેવી રીતે પાપાસત માનવી પણ નરકના ભયને મનમાં લાવતો નથી. ને દુર્લભ મનુષ્યપણું વ્યર્થ ઘર્મકર્મ વગર ગુમાવે છે. દિવસે દિવસે આયુ ક્ષીણ થતું જાય છે ને મૃત્યરૂપી રાક્ષસ પકડવાને ધસી રહ્યા છે તો જ્યાં સુધી એ રાક્ષસે પકડો નથી તેટલામાં મૃગયારૂપી પાપનો ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કર, - નરકાદિક આપવાનું મૂળ કારણ તેમ જ સ્વર્ગ અને મુક્તિની લક્ષ્મીને દૂર કરનાર, દુ:ખની પરંપરાને આપનારી એ જીવહિંસાનો હે રાજન ! તું ત્યાગ કર, વિષનું પાન કરી પોતાનું જ અનિષ્ટ કરી રહ્યા છે. જે મહા પાપ રૂપી વ્યાપાર કરી પોતાના કુટુંબી જનોનું પોષણ કરે છે. તે આ ભવમાં દુ:ખી દુ:ખી થવા છતાં તેનું કે રક્ષણ કરી શકતું નથી. માટે હે રાજન ! ધર્મ માર્ગમાં પ્રીતિ વાળો થા, કે જે ધર્મ શરીરનો નાશ થાય તોપણ પરભવમાં આત્માને સુખ આપનારે થાય છે.) મુનિના ઉપદેશથી પ્રતિબધ પામેલો રાજા વીરાંગદ સમ્યકત્વ મુળ બારવ્રતને યથાશક્તિ ગ્રહણ કરી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust