________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 417 પણ પ્રાણીને પિતાના સકંજામાંથી છટકવા દેતા નથી. એ અરણ્યમાં માનરૂપી વિશાળ પર્વત પડેલો છે, ચારેકર ક્રોધરૂપી દાવાનળ સળગી રહ્યો છે. જ્યાં લોભરૂપી કુ પ્રાણીઓને પોતાના ઉદરમાં સમાવી રહ્યો છે ત્યાં માયારૂપી કુમાર્ગમાં ભૂલેલા મુસાફરને શુદ્ધમાર્ગ કયાંથી જડે ? એ બધાય શત્રુઓથી પ્રાણીઓ પરાભવ પામીને વિષયરૂપી વૃક્ષનો આશ્રય લેવા જાય છે. તે ત્યાં પણ વિષયની છાયાથી દબાયેલા તેઓ જડ જેવા બની જાય છે એવી રીતે અજ્ઞાનથી મોહઘેલા થઈ તેઓ દુર્ગતિરૂપી ભયંકર ખાડામાં પડે છે. પણ વિકાંતારના પારને તેઓ પામી શકતા નથી. માટે હે ભવ્ય ! કુમાર્ગને ત્યાગ કરી શુદ્ધ માગે ચાલો કે જેથી તમે પરમ નિર્વાણ નગરે પહોંચી જાઓ. હે રાજન ! સર્વ સાવદ્યનો ત્યાગ કરવો એ જ શુદ્ધ માગ છે, તેમજ શત્રુ અને મિત્રમાં, સુવર્ણ અને કથીરમાં, રાજા અને રંકમાં જે સમાન-મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી, તેને જ ભગવાને ધર્મ કહો છે એ જ મોક્ષનો સત્ય માર્ગ છે. માટે હે ભાગ્યવાન ! મોક્ષમાર્ગને આપના એવા શુદ્ધ ધર્મમાર્ગમાં તે પ્રવૃત્તિ કર.” ગુરૂની વાણી સાંભળી બોધ પામેલે રાજા હાથ જોડી બોલ્યો, “ભગવાન ! રાગદ્વેષથી ભરેલા લૌકિક દેવો સ્વિયાદિથી પરાભવ પામેલા અમારા સરખા છે, તે પ્રાણી ને એકાંત હિત કરનારા થતા નથી તે આજેજ મેં જાણ્યું. આપને યોગ પામી હું હવે સંયમલક્ષ્મીને વરીશ. - રાજાએ નગરમાં આવી કનકદેવજને રાજ્યપદે સ્થાપન કરી જયસુંદર કુમારને યુવરાજની લક્ષ્મીથી અલંકૃત * 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust