________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 397 તેમજ ભાઈને શેાધવાને તુ નિકળ્યો છે તે તારે ભાઈ તને મહિનાને અંતે અહીજ મલશે. ભૂતરણ યક્ષની વાણી કુમારે અંગીકાર કરીને યક્ષ અદ્રશ્ય થઈ ગયો. મારી, પણ નિદ્રાનો નાશ થવાથી હું જાગ્યો ને મેં કહ્યું. “મિત્ર ! હવે તમે સૂઈ જાઓ. રાજકુમાર પણ નિદ્રાવશ થઈ ગયા. તે જ્યારે જાગ્યો ત્યારે પ્રાત:કાળ થઈ ગયો હતો. સવિતાનારાયણે જગ-. તને જાગ્રત કરી પોતપોતાના કર્તવ્યમાં જોડી દીધું હતું, દેવની પ્રેરણાથી મંત્રીઓ ને સામંતો વાદિના નાદ સાથે નગરમાં આવી પહોંચ્યા, પ્રજા પણ ચારેકોરથી નગરમાં પાછી ફરવા લાગી. એ રત્નકુમારનો રાજ્યાભિષેક કર્યો. તેનું નામ રાખ્યું દેવપ્રસાદ, દેવપ્રસાદને મંત્રી સામંતોએ પોતાની રૂપવતી અનેક કન્યાઓ પરણાવી દીધી. એ રાજ્યભગ છતાં રાજાને શાંતિ થતી નહિ. એકદા રાજાએ મને કહ્યું “મિત્ર! આ રાજ તું ગ્રહણ કર. કેમકે તારા સમાગમથી આ પ્રાપ્ત. થયું છે. “હે સ્વામી! એમ ના બોલો. આપના ભાગ્યે જ આ રાજ્ય આપને મલ્યું છે વલી આપને ભાઇનો મેલાપ પણ અહીં થવાનો છે એ વાત શું ભૂલી ગયા ? છતાં હું આપના ભાઈની શેાધ માટે જાઉં છું. મને એમનું નામ. ઠામ વગેરે કહો.” મારી વાણીથી શાંત થયેલા રાજા રત્નસારે (દેવપ્રસાદે) મને એમના ભાઈ સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. તે પછી તરતજ હું રાજકુમાર ગિરિસુંદરની શોધ માટે ત્યાંથી નિકળી ગયો તે આજે ફરતો. ફરતો અહીં આવેલો છું તે હે મુસાફરેતમે અનેક દેશથી આવ્યા છે, તો મારા સ્વામીનો બંધું તમે ક્યાંય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust