________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 377 ગુરૂ સમાગમ. શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણીને કુમાર ખુબ પ્રસન્ન થયો. કુમારને પ્રસન્ન થયેલે જાણી હરિવેગ એલ્યો, “હે પદ્યોત્તર ! જૈનધર્મના પ્રભાવથી ઘણા કાળ પર્યત ભગવેલાં ચૈવેયકનાં સુખને પણ શું તું ભૂલી ગયો? એ મણિરત્નોથી નિર્મિત વિમાન, અહંઇપણું, એકને આઠ પ્રતિમાથી યુકત સિદ્ધાયતન એ બધું શું વિસરી ગયે ? હે મિત્ર ! ધર્મને સાંભળવા છતાં તું આચરતો કેમ નથી? ) હરિવેગની પરભવને સૂચન કરનારી વાણી સાંભળી પડ્યોત્તર કુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. ' આશ્ચર્યથી મસ્તકને ધુણાવતો પદ્યોત્તર બોલ્યો, “વાહ! શુ જ્ઞાનનું માહાસ્ય ! કે પરભવનો સ્નેહ ! પરોપકારમાં કેવી પ્રીતિ ! મુક્તાવલીનો જીવ તું અત્યારે મહાન વિદ્યાધરોમાં અગ્રેસર-ચક્રવતી થયો છે. તે મારા બેધને માટે તુ અહીં આવ્યો છે તો હવે માયાનો ત્યાગ કરી તારૂં મૂળ સ્વરૂપે પ્રગટ કર, " કુમારના કથનથી હરિવેગે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું, એ વિદ્યાધરનું મૂળ સ્વરૂપ જોઈ બધા સ્વરૂપથી આશ્ચર્ય પામ્યા છતા એને જોઈ રહ્યા. કુમારે એને આલિં-. ગન આપ્યું. પોતાના અર્ધાસને બેસાડેલે હરિગ બો૯યો. “હે મિત્ર! તને મલવાને ઘણા સમયથી હું ઉસુક હતે. કેવલી ભગવાન પાસેથી આપણા પૂર્વ ભવની હકીકત જાણું ત્યારથી હું એવા વિદ્યાધરના એશ્વર્યમાં સુખી હોવા છતાં પણ ક્ષણ વારે તને ભૂલે નહિ, ને અવસર મેલવી આજે તને મળવા આવી પહોંચ્યો છું. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust