________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 23 ઉત્તમમાં ઉત્તમ મોક્ષજન્ય સુખ પણ ધર્મના પ્રભાવથી મળી શકે છે તે આ ક્ષણીક સુખ મળે એમાં તે શું ? માટે જ જગતમાં ધમને ઉત્તમ કહેલ છે. સૌંદર્યનાં જાદુય જગતમાં અદ્દભૂત તો ખરાં ! રાજરાણી-પટ્ટરાણી કલાવતી એક દીવસે મધ્યાહ્ન સમયે સ્નાન કરી માત્ર એક વસ્ત્ર ભેર પોતાના નાગ પાશ સમા કેશકલાપને આમતેમ નચાવતી આરિસા ભુવનમાં પિતાના દિવ્ય સૌંદર્યને નિરખતી બેલી. જેનાં અંગોપાંગે મનેહર ઘાટીલાં તેમજ નવીન યોવનના આવેશથી અદ્દભુત હતાં. પહેલી જ નજરે પ્રલોભન કરનારાં પોતાનાં ખુલ્લાં અંગ પિોતેજ જોતી મનમાં વિચારી રહી હતી. “વાહ! વિધિએ શું અદ્દભુત રૂપ સરક્યું છે! આ રૂપમાં ભયંકર સિહોને વશ કરનાર પુરૂષ દિવાન બને છે - પાગલ બને છે, અનેક જાદુ કરતાં જગતમાં રૂ૫ સૌંદર્યનાં જાદુ અભુત છે, એ સૌદર્યને મોટા ચમરબંધીઓ પણ મસ્તક નમાવે છે તે કાંઇ તદ્દન ગેરવ્યાજબી તો નથી. જો સ્ત્રીઓમાં આવું આકર્ષક સૌદર્ય નહોત તો તે કદિ સમર્થ પુરૂષો પર પિતાનો પ્રભાવ પાડી શકત નહી. આ મહીની પણ જગતમાં કંઈ જેવી તેવી નથી. આહ! રૂપ એ અદ્ભુત મનમાં સૌદર્યનાં વખાણ કરતી બાલા કલાવતી અત્યારે. આરિસા ભુવનમાં એકાંતમાં પિતાના કેશકલાપ સમારતી, વિચારમાં ને આરિસામાં પોતાના સૌંદર્યને જેતી એકાગ્ર હતી. અચાનક એના મનમાં વિચાર ફર્યો ને એનું ચંદ્રવદન જરીક ફરયું, વદન ઉપર આછું સ્મિત પથરાયું. અને કદાચ અત્યારે એ આવે તો ?2. સહેજ આસ્તેથી એ શબ્દો એ મનહર ચંદ્રવદનમાંથી સરકી ગયા, એ નવજવાન શરીરના મરાય વિકસ્વર થયાં, હૃદયમાં અનેક P.P.AC. Gunratnasuri M.s. Jun Gun Aaradhak Trust