________________ - ભાવી થતી નથી અને એકવીશ ભવને નેહસંબંધ 339 ભાવી બળવાન છે. કેઈની આશા જગતમાં કાંઈ અધીય પૂરી થતી નથી. ગુરૂમહારાજના આવાગમનની રાહ જોતા નરપતિ પૂર્ણચંદ્રને અન્યદા અતિસારની ઉગ્ર વેદના થઈ. શરીર ઉપરથી પણ મમતા રહિત એવા રાજા શરીરની ઉગ્ર પીડાથી દુ:ખને અનુભવતો પિતાને અંત- કાળ નજિક જાણું ધર્મભાવના ભાવવા લાગ્યું. જે દેશ, જે નગર અને જે ભૂમિને એ સૂરીશ્વર સ્પર્શી રહ્યા છે તે દેશ, નગર અને ભૂમિને ધન્ય છે. અરે એ મુનિઓને પણ ધન્ય છે કે જેઓ મારા ગુરૂ એ ધર્માચાર્યના પાદદ્વયની સેવા કરી રહ્યા છે, જે દિવસે હું ગુરૂના ચરણ કમલને વાંદીશ તે ધન્ય દિવસ મારે ક્યારે આવશે ? સાધુઓની ઉત્તમ દિનચર્યા હું કયારે આચરીશ? ગુરૂના મુખમાંથી નિકળેલી અમૃતરસથી ભરેલી આગમવિાણું હું ક્યારે સાંભળીશ? તો - સંસારરૂપી અરણ્યમાં ભમવાથી ભયભીત થયેલ, કષાયના શાંત થવાથી સમતારૂપ રસથી ભરેલ, તેમજ -તૃણ અને મણિમાં સમાન વૃત્તિવાળુ એવું સુસાધુપણું હું ક્યારે કરીશ? આ લેકના સંતાપને હરનારી, પાપરૂપી કાદવને નાશ કરનારી, સુધારસના સમુદ્ર સમાને એવી સાધુઓની જ્ઞાન ગોષ્ઠી પુરૂષોને ઉત્તમ એવા નિવૃત્તિ સુખને આપે છે. ધર્મભાવનામાં એક ચિત્તવાળે રાજા રોગની પીડાને ? સહન કરતો શરીરનો ત્યાગ કરી કાલ કરીને અગીયારમાં આરણ દેવલોકમાં ઉત્પન્ન થયો. રાણી પણ કાળ કરીને ત્યાંજ ઉત્પન્ન થઈ અને મિત્ર દેવ થયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust