________________ 314 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર એની નજર ગઈ, તો એ પુસ્તકમાં એણે પેલા શ્લોકનું પ્રથમ પાદ પ્રાપ્તવ્યમર્થિ લભતે મનુષ્ય: એના આગળ સળીથી પોતાની આંખમાંથી અંજન કાઢીને લખ્યું. “દપિ. તં લંઘયિતું ન શક્ત” તે પછી રાજકુમારી પોતાની સખીઓ સાથે પિતાના મંદિરે ચાલી ગઈ * બીજે પ્રહરે મંત્રીપુત્રી આવી પહોંચી. રાજકુમારીએ આજના સંકેત સમાચાર ત્રણે સખીઓને જણાવ્યા હતા. ને તે સંકેત મુજબ ચારે સખીઓએ ચારે પ્રહર પિતપોતાના લગ્ન માટે નક્કી કરેલા હોવાથી ક્રમ મુજબ બીજે પ્રહરે. મંત્રીપુત્રીએ આવીને ગાંધર્વ વિધિથી પોતાનું લગ્ન કાર્ય આપી લીધું તે પછી પેલા પુસ્તકમાં બે પદ પછી વિચાર. કરી તેણીએ ત્રીજુ પર લખ્યું. “તસ્માન્ન શેકે ન ચ વિસ્મચો મે. પોતાનું કાર્ય સમાપ્ત કરી મંત્રીસુતા ચાલી ગઈ, ને પછી તો ત્રીજે પ્રહરે શ્રેષ્ઠીસુતા સખીઓ સાથે આવી. શ્રેષ્ટિ સુતાએ પણ એ પુરૂષ સાથે ગાંધર્વ વિધિએ. લગ્ન કરી પેલી પુસ્તિકા નજરે પડતાં તેનાં પાનાં ફેરવવા. માંડયાં તો પહેલાનાં ત્રણ પાદ વાંચી આગળ ચેાથે પાદ વિચાર કરીને પિતે લખ્યું “યદક્ષ્મદીય નહિ તત્પરેષામ” કલેક પૂર્ણ કરીને તે ચાલી ગઈ ચતુર્થ પ્રહરે પુરોહિત સુતા આવી પહોંચી. તેણીએ આ બધી હકીકત જાણીને નવીન ક્લોક એ પુસ્તકમાં લખવા માટે વિચાર કર્યો. પ્રથમ શ્લોકના પરામર્શનો ખ્યાલ કરતાં એણે વિચાર્યું છે “પ્રાપ્ત થવા યોગ્ય વસ્તુ મનુષ્યને મલે છે. દેવતા પણ તેમાં વિદગ્ન કરવાને શક્તિમાન નથી. તેમાં દીલગીર કે નવાઈ જેવું શું છે? જે અમારું છે તે બીજાનું શી રીતે થઈ શકે? એ પ્રમાણે વિચાર કરી. પુરોહિત બાળાએ લખ્યું. suri M.S. Jun Gun Aaradhak Trust