SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 293, કરીશ ત્યારે જ મારા ક્રોધને હું શાંત કરીશ. છતાં પણ - હાલમાં તો છુપાઈને મને તેની ચેષ્ટા જોવા દે, કે એ શું કરે છે ? એ પ્રમાણે મનમાં વિચાર કરતો હું છુપાઇને ઉભો રહ્યો. મુનિએ પણ પિતાની દેશના શરૂ કરી. “હે ભાગ્યવતી ! ધ્યાન દઈને તમે સાંભળો, જીનેશ્વર ભગવાને સવે ધર્મોનું મૂળ દયા કહેલું છે. તો ડાહ્યા જાએ દયા પાળવા માટે પ્રયત્ન કરે, જગતમાં પાખંડી મતના ત્રણસેને ત્રેસઠ ભેદ છે તે બધાય જીવદયાના સિદ્ધાંતને તો માન્ય રાખે છે. ' માટે જ્યાં દયા છે ત્યાં જ ધર્મ છે, જ્યાં દયાનું આરાધન થાય છે ત્યાં તપ, જપ, દાન, ધ્યાન અને ક્રિયા બધુંય . શેભી ઉઠે છે. પૂજા પણ તેની સફળ થાય છે. પણ દયા વગર કરેલી એ સર્વે ધર્મક્રિયા વ્યર્થ થાય છે, - દયાના પ્રભાવથી દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. સંપદા, આરોગ્ય, સૌભાગ્ય, ભગ, કીર્તિ, મતિ, બુદ્ધિ અને ધૃતિ એ બધાય દયારૂપી કલ્પલતાનાં ફળ છે. દયા એ સ્વર્ગગમન માટે સોપાન-પગથીયાં સરખી છે. દયા મોક્ષને અપાવનારી છે. દુર્ગતિનાં દ્વાર બંધ કરવાને દયા અર્ગલાભુગળ સમાન છે. એવી દયા પાલનારને જગતમાં શું શું નથી મલતુ ? - જીવની હિંસા એ પ્રાણીઓને કડવા ફલ આપે છે, જીવહિંસા કરનારને સર્વે અનર્થો, આપદાઓ, વ્યાધિઓ - સુલભ હોય છે. હિંસક પ્રાણીઓ ભવાંતરને વિશે ગર્ભાવ સ્થામાં, જન્મ થતાં કે બાલપણમાં અથવા ચૌવન વયમાં આવતાં જ મૃત્યુ પામી જાય છે. તેઓ અલ્પજીવી થઈને ભોગ ભોગવ્યા વગર ચાલ્યા જાય છે. આ જગતમાં મુંગા, અંધા, બહેરા, બેબડા, પાંગળા, કુબડા, કેઢીયા, જડ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy