________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 193 હું મુક્ત થાઉં ને મારા મૃત્યુથી રાજકુમારે આપોઆપ કલેશ કરતા વિરમશે-પોતપોતાને વતન ચાલ્યા જશે.” રાજકુમારીની વાત સાંભળી રાજાએ સુબુદ્ધિમંત્રીની સન્મુખ જોયું. “અરે મંત્રી ! વિપદ્ સાગરમાં ડુબી જતા એવા મારી તું કેમ ઉપેક્ષા કરે છે? મંત્રી તો તે જ કહેવાય કે જે વિષમકાર્યને પણ સરખાં કરી નાખે. મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢે. >> દુ:ખથી પીડાતા રાજાને જોઈ મંત્રી બો૯યો. મહારાજ ! રાજબાળા ભલે કાષ્ટ ભક્ષણ કરે. આપ અનુમતિ આપે, અરે ! તું ભાનમાં છે ને? આ તું શું બોલે છે : રાજા ફાટી આંખે મંત્રી સામે જોઈ રહ્યો. “દેવ ! હું સત્ય કહું છું. પરિણામ એવું સુંદર આવશે કે જેથી કન્યા અને વરને સુખ થશે. તેમજ આપણી આપદા પણ બાળાના આ કાર્યથી નાશ પામી જશે.” રાજાએ નગરની બહાર ચંદનકાષ્ટની ચિતા રચાવી. તૈયાર કરાવી. રાજબાળા પણ સ્નાન કરી પવિત્ર થઈ ચિંતામાં બળી મરવાને ત્યાં આવી. રાજા અને મંત્રી વગેરે પરિવાર ભેગો થઈ ગયે-બધા શેકસાગરમાં મગ્ન થઈ ગયા. સુબુદ્ધિ મંત્રીએ પેલા ચારે રાજકુમારને ત્યાં બોલાવી મધુર વાણીથી કહ્યું. “તમે ચારે સમાન રૂપગુણવાળા રાજકુમારે અમારે માન્ય છે. તેથી ત્રણનું અપમાન કરીને એકને અમે રાજપુત્રી શી રીતે આપીએ ? માટે : આ કન્યાને અગ્નિમાં બળી મરવાની તમે રજા આપો, તમારે પણ એ બાબતનો શેક ન કરો છતાંય તમારામાં જે કન્યા ઉપર ગાઢ પ્રીતિવાળા હોય તે કન્યાની સાથે Jun Gun Aaradhak Trust 93 P. Ac. Gunratnasuri M.S.