________________ 176 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એ ચિત્રકારની વાણી સાંભળી રાજાએ મંત્રી સામે જોયું. મંત્રીના કહેવાથી રાજાએ પુરંદરયાનું યથાર્થ સ્વરૂપે ચિત્રપટ ઉપર આલેખાવી બેલવામાં ચતુર એવા, નિપુણ પુરૂષો સાથે એ ચિત્રપટ શ્રીમંદરપુરનગર તરફ નરશેખર રાજા પાસે મોકલ્યું. - સંધ્યા સમયે એ પુરૂષો શ્રીમંદરપુર આવી પહોચ્યા ને નરશેખર રાજાને મલ્યા, એ ચિત્રને જોઈ રાજા ખુશી થયા, ને એ પુરૂષોને ઉતારા માટે વ્યવસ્થા કરાવી આરામ માટે તેમને રજા આપી. રાજા નરશેખરે પણ રાજકુમારની વિરક્ત ભાવનાથી ચિંતાતુર રહેતો હતો. સ્વયંવર આવેલી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવા માટે રાજાએ કુમારને ઘણે સમજાવ્યો પણ વૈરાગ્યવાન એ કુમારે એ રાજકન્યાઓ તરફ દષ્ટિ માત્ર કરીને જોઈએ નહિ. ત્યારે આ પુરંદર્યશાનું ચિત્રપટ જોઇને રાજકુમારનું મન આકર્ષાશે શું? પુરંદરશા. “વાહ! કેવું અદભૂત સૌંદર્ય ! આવું જગત મેહનીયરૂપ તો મેં આજેજ જોયું ? આ તે ગાંધર્વ કન્યા કે નાગકન્યા, વિદ્યાધરબાળા કે દેવબાળા ! શું મનુષ્યમાં તે આવું સૌદર્ય સંભવી શકે? દેવતાઓને ક્રીડા કરવાને નંદનવન સમાન રમણીય ઉદ્યાનમાં ફરતા એક નવજવાનની નજ૨ સુવર્ણનાં સોપાનવાળી રમણીય વાવડીના કાર્ડ ઉભેલી બાળા ઉપર પડી. એ દષ્ટિ ત્યાંજ સ્થિર થઈ ગઈ ગ્રીષ્મ રૂતુના તાપથી કલેશ પામેલો માનવી વૃક્ષની છાયાને જોઈ લલચાય તેમ આ નવજવાનની નજરે પડતાં પૂર્વ ને જોયેલી વસ્તુમાં એનું ચિત્ત લુબ્ધ થઈ ગયું. યુવક ત્યાર P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust