________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 139 પડે છે. અરે ! કામની દુશ્ચેષ્ટતા તો જુઓ કે જે પરાધીન અને દુર્બળ વસ્તુ હોય છે તેની પાછળ માનવી દિવાને બની જાય છે ને સ્વાધીન અને સુલભ વસ્તુઓની તો પરવાહ પણ કરતો નથી જગતની આ કેવી વિચિત્રતા ! એ ગુણિયલ ગુણસુંદરીને પુણ્યશર્મા શ્રાવસ્તી લઈ જતાં વેદરૂચિ તો દારૂ પીધેલા મત્ત ગજરાજની માફક ઉન્મત્ત બની ગયે. કાર્ય અકાર્યમાં મૂઢ થયેલો વેદરૂચિ ધંતુરો પીધો હોય તેની માફક છકી ગયો. માતાપિતાએ સમજાવવા છતાં તે મૂખ પોતાનું ભર્યું ઘર છોડી, ઈજજત, આબરૂને તિલાંજલિ આપી ગુણસુંદરી પાછળ શ્રાવસ્તી ચાલ્યો ગયે, કામમાં અંધ થયેલા પુરૂષોને એ સિવાય . બીજુ સૂઝે પણ શું ? શ્રાવસ્તી જતાં રસ્તામાં પર્વતની કંદરામાં ચોર લોકોની પલ્લી જોઈ ગુણસુંદરી મેળવવાની આશાએ એ. દિષ્ટ પલ્લીમાં રહી પલ્લીપતિની સેવા કરવા લાગ્યો, અનેક સાહસિક કાર્ય કરીને તેણે પલ્લીપતિની પ્રીતિ સંપાદન કરી. લીધી. એકદા વેદરૂચિના કહેવાથી પલ્લીપતિએ શ્રાવસ્તીમાં પુણ્યશર્માને મકાને ધાડ પાડવા માટે હેરૂઓ મૂક્યા. હેરૂઓની બાતમીને અનુસરે રાત્રીને સમયે પલ્લી પતિએ પુણ્યશર્માને ઘેર ધાડ પાડી. ભિલ્લ લોકેએ એના મકાનમાંથી બધુ લુંટીને પેલો વેદરૂચિ ગુણસુંદરીને ઉપાડી. ચાલતો થયો, એ રીતે ધાડથી મેલેલો માલ ઉઠાવીને શિધ્રતાથી તેઓ બધા પલ્લીમાં પહોંચી ગયા. પછીૌં. જાણે રાજા ! " - પલ્લીમાં ગુણસુંદરીને સારી રીતે રાખતો વેદરૂચિ કે એના માન સન્માનમાં કે ખાન પાનમાં ઉણપ આવવા. દેતો નહિ. એને પ્રસન્ન કરવા માટે અનેક વાત કહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust