________________ 134 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કતો ભટકતાં અનુક્રમે સુધર્મવાળા ગામમાં આવી પહોંચે જ્યાંત્યાં ભીખ માગતે તે રખડતો હતો, ત્યારે જળ ભરવા ગયેલી ઋદ્ધિસુંદરીની નજર એની ઉપર પડી, એને ઓળખવાથી તે સુંદરીએ પતિ પાસે આવીને વાત કરી. સુધમે સુલોચનને પિતાને ઘેર તેડી લાવી આગતાસ્વાગતા કરી, દવાદારૂથી એને રોગ નાશ કર્યો ને પ્રથમના જેવો નિરોગી દેહવાળો થયો. ગમે તેવો દુર્જન પણ ઉપકાર તળે દબાયેલો શું કરે! તેમાંય સુલોચન તો કુલવાન હતો. દેવવશાત ઋદ્ધિસુંદરીને જોતાં એની બુદ્ધિ ફરી ને એ ભાન ભૂલ્ય, ભૂલથી અનર્થ કરી નાખ્યો, એ પાપનું ફલ એને અહીયાંજ મહ્યું, ને મનુષ્ય ન સહન કરી શકે તેવી નરઃ યાતના ભેગવી. જેનું બુરૂ કરેલું તેનાજ આશ્રય નીચે આવ્યો છતાં બૂરાઇને બદલે ભલાઈ કરીને આપે, તેની જાત માટે પુષ્કળ ખર્ચ કરીને અપકારનો બદલો ઉપકારથી આપે એ ઉપકાર કાંઇ જેવો તેવો નહોતો. લજજાના ભારથી અધોમુખ થયેલો સુલોચન કેટલે હિસાબ કરે, “અરે વિધાતાએ જગતમાં સજન અને ચંદન પરોપકારને માટેજ સભ્ય છે. પરેપકાર કરવાની સ્વભાવવાળા એ બન્નેમાંય સજજન તે કેઈ અનેરી પ્રભા પાડે છે. સજન ગમે તેવા દુજનને પણ હૃદયપલટો કરાવે. છે. મેં એમનું બુરું કરવામાં શી કમીના રાખી છે, છતાં એ બન્ને મારા ઉપર કેવાં અનન્ય ઉપકાર કરનાર છે. અરે ! મારૂં મુખ એમને શી રીતે બતાવું! સમુદ્રમાં હું મરી ગયી. હોત તો કેવું સારૂ! જીવતા છતાં પણ આજે હું એમન. જેવાય સમર્થ નથી.” એ લજજાથી અવનત મુખવાળાને સુધર્મ મધુરવાણુથ શિખામણ આપવા લાગ્યો. “અરે ભાઈ! તમે આટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust