________________ એકવીશ ભવને સ્નેહસંબંધ નાખી, અમારી ખીલેલી નવપલ્લવ વાડી વિખેરી નાખી, મારા કરતાં તે તમારા અંત:પુરમાં રાણીઓ કયાં ઓછી રૂપવતી છે? મારામાં તમે-એક અદના હીન જાતિમાં તમે શું અધીક જોયું કે જેથી અમારી ખાના ખરાબી કરી નાખી રાજા ?" બુદ્ધિસુંદરી બોલી, . “તારમાં શું નથી ? દેવાંગનાઓને લજાવે તેવું સૌંદર્ય, લાલિત્ય, કળા, અભિનય સર્વે કંઈ તારામાં છે તે અંત:પુરની રાણીઓમાં નથી. તારી દાસી થવાનેય લાયક નથી. સુંદરી ! રાજાએ પ્રેમનો ઉભરો ખાલી કરવા માંડ્યો. “એ તમારી મોટી ભ્રમણા છે રાજ ઉત્તમ પુરૂષો કદિ હીનજાતિમાં લપટાતા નથી, રાજહંસ મેતીને ચારે મૂકી બીજાની તરફ નજર સરખી ય કરે છે શું ? મેટા ગજેરોના મતનું મર્દન કરનાર કેશરીસિંહ કદાપિ તૃણને - અડકતો નથી રાજન ! બુદ્ધિસુંદરીએ રાજાને સમ જાવવા માંડ્યો. . ““અને છતાંય રાજાને ગમે તે રાણી. રાજાઓની પસંદગી જેની ઉપર ઉતરી એનાં તો ભાગ્યેજ ફરી જાય, મોટું ભાગ્ય હોય ત્યારેજ રાજાની મહેરબાની થાય સમજી? રાજાની રહેમ નજરથી તું રાજ્યપાણી થાય એમાં ખોટુંય શું ? સમજ કે તારે તો આજે અમીના મેહ વરસ્યા છે કે જેથી રાજા તારે આધીન થયા છે.” “તમારો શું એજ નિશ્ચય છે મહારાજ ? હા ! તારા લાવણ્ય આગળ રાજલક્ષ્મીને હિસાબ પણ શું ??? તો મારે નિયમ પૂર્ણ થાય ત્યાં લગી આપ રાહ જુઓ.” બુદ્ધિસંદરીએ કાળ વિલંબ કરવાના ઉપાય - ધી કાઢયો. P.P. Ac. sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust