SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 106 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પૂર્વભવ કહે શરૂ કર્યો. તે બધા નગરના લેકે, અને ચારે પ્રિયા સહિત વિનયંધર આતુરતા પૂર્વક સાંભળવા લાગ્યા. - “હે રાજન ! એ બધામાં કર્મ એકજ કારણ છે તે તું સાવધાનતા પૂર્વક સાંભળ ! પ્રાચીન કાળને વિષે ગજપુર નગરમાં વિચારધવલ રાજા હતો. તે નગરમાં વૈતાલિક નામે ઉદાર ભાવનાવાળો અને પાપકાર કરવામાં રસિક ધનિક રહેતો હતો. દરરોજ તે વૈતાલિક પોતાને પછી પોતે જમતો હતો. દાન અને બીજાનું ભલું કરવાની વૃત્તિવાળા તે વૈતાલિકે એક દિવસે તે ઉત્સર્પિણમાં ઉત્પન્ન ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને જોયા. જીનેશ્વરની ભવ્ય મુદ્રા જોઈ વૈતાલિક ખુશી થયો છતો એમની સ્તુતિ કરવા લાગ્યો, ભક્તિથી એમને વંદના કરવા લાગ્યો. અંતરના ભાવ પૂર્વક સ્તુતિ કરતા એ વૈતાલિકે પોતાના આત્માને અનંત પાપના મલથી પવિત્ર કર્યો, ભવિતવ્યતાના યોગે મહાન લાભ મેળવી તે પિતાને સ્થાને ગયો, દૈવયોગે તે ભગવાન પણ આહાર સમયે ફરતા ફરતા વૈતાલિકને ઘેર આવીને ઉભા રહ્યા, સાક્ષાત કલ્પવૃક્ષને અનાયાસે પોતાના આંગણે આવેલું જાણી વૈતાલિકની હર્ષની તો વાત જ શી ? ખુબ ખુબ ભગવાનની સ્તુતિ કરી મનોહર સ્વાદિષ્ટ એવા મિષ્ટાન્નથી ભગવાનને પ્રતિલાભિત કર્યા. જીનેશ્વરને દાન દેવાથી તુષ્ટમાન થયેલા દેવતાઓ પણ દાનને વખાણવા લાગ્યાં ને ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. જીનેશ્વરને દાનનું પ્રત્યક્ષ ફલ જોઈ લેતાલિક સમક્તિ ધારી શુદ્ધ શ્રાવક થયે, દાનના પ્રભાવથી વૈતાલિક અનુક્રમે પ્રથમ દેવલોકે દેવતા થયો. દેવાંગનાઓ સાથે વિવિધ ક્રીડાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy