________________ પ્રિયંકરનૃપ ચરિત્ર લાખ પલ્યોપમનું અને સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમનું સંચિત પાપ પ્રલય પામે છે.” વળી-“નમસ્કાર સમાન મંત્ર નથી, શત્રુંજયે સમાન તીર્થ નથી, જીવદયા સમાન ધર્મ નથી અને ક૫સૂત્ર સમાન શાસ્ત્ર નથી.” આ પ્રમાણે શ્રીગુરૂને ઉપદેશ સાંભળીને પ્રિયંકરરાજા ધર્મકાર્યોમાં વિશેષે દ્રઢ મનવાળો ય. રાજાએ શ્રીગુરૂને નમસ્કાર કરીને ઉપસર્ગહરસ્તાત્ર ગણવાની આખાય પૂછી. એટલે ગુરૂમહારાજ બોલ્યા કે- હે રાજન્ ! આ સ્તવમાં શ્રીભદ્રબાહસ્વામીએ અનેક મંત્ર યંત્ર ગોપવી રાખ્યા છે. જેનું સ્મરણ કરતાં અત્યારે પણ જળ, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ ગ્રડ, રાજરોગ, રાક્ષસ, શત્રુ, મરકી, ચાર અને શ્વાપદ વિગેરેના કરેલા ભય વિનાશ પામે છે. વળી હે રાજન! તને આ સર્વ સંપત્તિની પ્રાપ્તિ પણ એજ સ્તવનો પાઠ કરવાના પ્રભાવથીજ થઈ છે. આ સ્તવમાં પ્રથમ છ ગાથા હતી. છઠ્ઠી ગાથાના પાઠથી ધરણેન્દ્ર પ્રત્યક્ષ આવીને સ્મરણ કરનારનું પોતેજ કષ્ટ નિવારણ કરતા હતા. તેણે શ્રીભદ્રબાહસ્વામીને વિનંતિ કરી કે-“હે ભગવન! વારંવાર અહીં આવવું પડવાથી હું સ્વસ્થાને સુખે રહી શકતે પણ નથી, માટે મારા પર કૃપા કરીને આ છઠ્ઠી ગાથા આપ ગુપ્ત રાખે. પાંચ ગાથાનું આ સ્તોત્ર સંભારનાર ભવ્યને હું સ્વસ્થાને રહ્યો સતો જ સહાય કરીશ.” આ પ્રમાણેની તેની વિનંતિથી છઠ્ઠી ગાથા ગુપ્ત કરવામાં આવી, ત્યારથી આ સ્તોત્ર પાંચ ગાથાનું ગણાય છે. તેમાં પ્રથમ ગાથાથી ઉપસર્ગ, ઉપદ્રવ અને વિષધરના વિષની નિવૃત્તિ થાય છે, પ્રથમ અને દ્વિતીય ગાથાથી ગ્રહ, રંગ, મરકી, વિષમ વર, સ્થાવર કે જંગમ વિષનું ઉપશમન થાય છે, પહેલી, બીજી અને ત્રીજી ગાથા ગણવાથી દુઃખ, દર્ગત્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust