________________ પ્રિયંકરનપ ચરિત્ર. અત્યંત વિષાદ થશે. કહ્યું છે કે-ઉત્તમ પ્રધાન વિના શવાણ રાજાએ પિતાનું રાજ્ય ગુમાવ્યું અને લક્ષ્મણની બુદ્ધિથી રામચંદ્ર પિતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું. પછી રાજાએ મંત્રીપુત્રને બોલાવીને તેને મંત્રીપદે સ્થાપવા સારૂ તેની બુદ્ધિની પરીક્ષા કરવાને માટે એક લેક કહ્યો - मुख विनोऽत्येकनरो तिशुद्धो, हस्तेन भक्ष्यं बहुभाजनस्थम / रात्रिंदिवादी न कदापि तृप्तः, शास्त्रानभिज्ञः परमार्गदर्शी // 1 // એક અતિ શુદ્ધ માણસ મુખ વિના હાથવતી ભાજનમાં રહેલું બહુ ભક્ષ્ય રાત દિવસ ખાય છે, છતાં તે કદાપિ પ્તિ પામત નથી. વળી તે શાસ્ત્રથી અનભિજ્ઞ છે, છતાં પરને માર્ગ બતાવે છે.” તે કોણ ?) આ પ્રમાણે સાંભળીને તે બુદ્ધિમાન મંત્રીપુત્રે વિચારીને કહ્યું કે-“હે સ્વામિન્ ! આપ કહો છો, એવા પ્રકારનો તો દીપક (દી) હોય. એટલે રાજાએ પુનઃ પૂછયું કે - "नारी त्रण छे एकठी मली, बे गोरी त्रीजी शामली। पुरूष विना नवि आवे काज, रात दिवस मानीजे राज" // 1 // મંત્રીપુત્ર બોલ્યો કે–દેત, મશી અને લેખણ. આ પ્રમાણે ઉત્તર સાંભળીને તેના ગુણથી રંજિત થઈ રાજાએ તેને પોતાના મંત્રીની પદવી પર સ્થાપ્યો. કહ્યું છે કે-“ બુદ્ધિથી વિમળ એવા ગુણીજન શાસ્ત્રને બોધ અને નિરંતર માન સન્માન પ્રાપ્ત કરે છે. બુદ્ધિથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે અને તત્કાળ રિપનાં બળનો પરાજય થાય. છે બુદ્ધિથી સારા સુભટોની સહાય મેળવી એક લ રાજા પણ શત્રુના દુર્ગને વશ કરે છે અને બુદ્ધિથી ચાણકચ, રેહs અને અભયકુમાર વિગેરે પુરૂ સત્વર મહત્વને પામ્યા છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust