________________ ( 74 ' પ્રિયંકરનૃ૫ ચરિત્ર. ખ્ય નથી.” આ પ્રમાણેનું મંત્રીનું કથન સમજી જઈ મનમાં વિચારીને રાજાએ તે શિલા ઉપાડનારને કહ્યું કે-“હે ભદ્ર! ખરેખર તું મનુષ્ય નથી, પરંતુ કઈ પણ દેવ, દાનવ યા વિદ્યાધર લાગે છે, માટે આ પ્રિયંકરનો તું પિતા લાગતું નથી. વળી અમને તું શા માટે છેતરે છે? તારું સત્ય સ્વરૂપે પ્રગટ કર.” આ પ્રમાણે સાંભળીને તરતજ તે દેવરૂપ થઈ ગયે, અને ચારે સુંદરીઓ અદશ્ય થઈ ગઈ. દેવ કહેવા લાગે કે- હે રાજેદ્ર! હું તારા રાજ્યનો અધિષ્ઠાયક દેવ છું. તારે મરણ સમય જણાવવા અને રાજ્યગ્ય પુરૂષને રાજ્યપર સ્થાપવા હું અહીં આવ્યો છું, પરંતુ તું હજી બહુ તૃષ્ણથી તરલિત છે, કહ્યું છે કે " अंगं गलितं पलितं मुंडं, दशनविहीनं जातं तुंडम् / वृद्धो याति गृहीत्वा दंडं, तदपि न मुंचत्याशापिंडम्" // 1 // " અંગ ગળી ગયું, શિરના કેશ વેત થઈ ગયા, મુખ દાંતવિનાનું થઈ ગયું અને વૃદ્ધ થઈ લાકડી લઈને ચાલવા લાગે, તથાપિ માણસ આશારૂપ પિંડને છેડતા નથી.”હે રાજન! હવે તું જરાથી જર્જરીભૂત થઈ ગયો છે, માટે પરલોક સાધવાને તારે ધર્મકાર્યો કરવા એજ ઉચિત છે, તેથી રાજ્યભારની ધુરાને કઈ પણ ધુરંધર પુરૂષના હાથમાં સોંપીને તું ધર્મકાર્યમાં લીન થા, કારણ કે પ્રાસાદનું રક્ષણ કરવા માટે જીર્ણ તંભને ઠેકાણે લોકે નવીન સ્તંભને સ્થાપે છે.” રાજાએ આ પ્રમાણે સાંભળીને દેવને પૂછયું કે-“હે દેવ ! ત્યારે કહો કે મારૂં મરણ કયારે થશે ?" દેવ બોલ્યો કે હે ભૂપ! આજથી સાતમે દિવસે તારૂં મરણ થશે.” આ પ્રમાણે સાંભળીને રાજા પોતાના મનમાં અત્યંત ભય પામે. કહ્યું છે કે-“પંથ સમાન જર નથી, દારિદ્રય સમાન પરાભવ નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust