________________ 47 પ્રિયંકરનૃપ ચરિત્ર. - मदः प्रमादः कलहश्च निद्रा, द्रव्यक्षयो जीवितनाशनं च / स्वर्गस्य हानिर्नरकस्य पंथा, अष्टावनाः करके वसंति।।१।। “મદ, પ્રમાદ, કલહ, નિદ્રા, દ્રવ્યક્ષય, છવિતને નાશ, સ્વર્ગની હાનિ અને નરકની પ્રાપ્તિ—એ આઠ અનર્થો આ કરકમાં રહેલા છે.” આથી તે કરકમાં મદ્ય છે એમ સમજીને વિસ્મય પામી પ્રિયંકરે પંડિતને પૂછયું કે-“હે પંડિતવર્ય ! જે વસ્તુમાં અનર્થ રહેલા છે તે વસ્તુને પ્રવર શકુન કેમ મનાય?' પંડિતે કહ્યું કે-“હે વત્સ ! શકુન શાસ્ત્રના મર્મને જાણનારા પ્રાણ જનોએ મદ્યાદિકને શુભ શકુન તરીકે કહેલ છે. શુકનશાસ્ત્રમાં કન્યા, સાધુ, રાજા, મિત્ર, ભેંશ, દર્ભ વિગેરે વધામણીની વસ્તુ, વીણા, માટી, મણિ, ચામર, અક્ષત, ફળ, છત્ર, કમળ, દીપ, ધ્વજા, વસ્ત્ર, અલંકાર, મધ, માંસ, પુષ્પ, સુવર્ણાદિ સારી ધાતુઓ, ગાય, મસ્ય, દહીં અને કુંભ–એ જે જમણું ઉતરતાં સામા મળે તે શ્રેષ્ઠ કહેલા છે. આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર પ્રમુદિત થઈ શકુનની ગાંઠ બાંધી સાથે સાથે ઉપાધ્યાયને ઘેર ગયે. ત્યાં પંડિત બહુમાનપૂર્વક પિતાની " સોમવતી ' નામની પુત્રી આપવા માટે તેને પ્રાર્થના કરી, એટલે પ્રિયંકર બોલ્યો કે-“હે પંડિતરાજ ! આ સંબંધમાં મારા પિતાજ સમજી શકે, હું તે કેવળ સ્વપ્નફળ પૂછવાને માટેજ અહીં આવ્યો છું; માટે મારા પર કૃપા કરીને આ વાત તેમને નિવેદન કરે.”એટલે પંડિતે કહ્યું કે- હે પ્રિયંકર! તમે ઘેર જઈને તમારા પિતાનેજ અહીં મોકલે, એટલે તેમને તમારા સ્વપ્નનું ફળ કહીશ.” પછી પ્રિયંકરે ઘેર જઇને પંડિતનું કથન પિતાના પિતાને નિવેદન કર્યું. એટલે પાસદ શ્રેષ્ઠીએ પોતે પંડિત પાસે જઈ તેની પાસે ફળ, પુષ્પાદિક મૂકીને સ્વપ્નનું ફળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust