SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રિયંકરનૃપ ચરિત્ર. મનમાં જાગ્રત છે તેને સંસાર શું ( ઉપાધિ ) કરશે ? આ પ્રવર નમસ્કાર મંત્ર મંગળનું સ્થાન છે, દુઃખનો વિલય કરનાર છે, સર્વ પ્રકારની શાંતિને ઉત્પન્ન કરનાર છે અને મરણમાત્રથી સુખને દેખાડનાર છે. નમસ્કાર સમાન મંત્ર, શત્રુંજય સમાન તીર્થ અને ગજેદ્રસ્થાન (પદ) માં ઉત્પન્ન થયેલ જળ સમાન જળ જગતમાં અન્યત્ર નથી. તે અદ્વિતીય છે).” પછી તે વિચારવા લાગે કે–પૂર્વે ગુરૂમુખથી મેં સાંભળ્યું છે કે-“સુસ્વપ્ન જોઈને નિદ્રા ન કરવી.” વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે “સુસ્વપ્ન જોઈને સુઈ ન જવું, અને તે દિવસ ઉગ્યા પછી સદ્દગુરૂ યા વડિલ પાસે જઈને તેમને નિવેદન કરવું. દુઃસ્વપ્ન જોઈને સુઈ જવું, અને તે કોઈને જણાવવું નહિ.” પછી પ્રભાતે તેણે પોતાના સ્વપ્નનું સ્વરૂપ પિતાના પિતાને નિવેદન કર્યું કે “હેતાત!મેં મારા પોતાના શરીરમાંથી આંતરડાં આકર્ષીને તેને ભિન્ન ભિન્ન કરી તે આંતરડાંની જાળવડે આખા અશોકનગરને શનૈઃ શનૈઃ વીંટી લીધું અને પછી મારા શરીરને મેં અગ્નિથી બળતું જોયું, અને જોવામાં જળથી તેને શાંત કરવા ગયે તેવામાં હું જાગ્રત થઈ ગયે. માટે હે તાત ! આ સ્વપ્નનું કેવા પ્રકારનું ફળ મને પ્રાપ્ત થશે?” પાસદર કહેવા લાગ્યા કે-હે વત્સ! ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જઈને તું આ સ્વપ્નનું ફળ પૂછ. કારણ કે તે સ્વપ્નશાસ્ત્રને જાણ અને ગુણી છે. કહ્યું છે કે, .: ગે ચા મુળ રાખી, પરિકનૈઃ સદા ; - રાણે વા ને થોદ્ધા, પુરુષ: ? . ' ' “પાત્રને દાન આપનાર, ગુણપર રાગ કરનાર, સ્વજને સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy