________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે સંધ્યા સમયે ઉડ્યો, છતાં શિરોવ્યથા હજુ શાંત થઈ નહોતી; એવામાં રાજાની શિરે વ્યથાના ખબર મંત્રીને મળવાથી તે ત્યાં આવ્યું અને રાજાને કહેવા લાગ્યું કે-“હે રવામિન્ ! સર્વથા લાંઘણ કરવી તે તો ઉચિત નથી. કહ્યું છે કે- જવરમાં પણ સર્વથા લાંઘણ ન કરવી, પરંતુ યુક્તિપૂર્વક લાંઘણ કરવી; કારણ કે જે ગુણે લાંઘણમાં કહ્યા છે તે ગુણો લઘુ ભોજનમાં પણ કહેલા છે. માટે આજે હવે મગનું પાણી લેવું તેજ ચાગ્ય છે. “મગનું પાણી ત્રણ દેષને દૂર કરે છે; સ્વાદિષ્ટ, રેચક, ગાત્ર શોધક, શુષ્ક, નીરસ, તિક્ત અને વરને દૂર કરનાર છે.” પછી રાજાએ મંત્રીનું વચન સ્વીકારીને રૂચિ વિના પણ ઓષધની જેમ મગનું પાણી ગ્રહણ કર્યું, અને તે ઉપર વૈદ્ય પિત્તને શમાવનારી એલચી આપી. કહ્યું છે કે-એલચી તિક્ત, ઉષ્ણ અને હલકી છે, કફ અને વાયુના વિકારને તે દૂર કરે છે, બસ અને ખરજના દેષને હણે છે અને મુછ તથા મસ્તકને શુદ્ધ કરે છે.” પછી બીજે દિવસે વ્યાધિરહિત થયેલ રાજાએ તે સિદ્ધપુરૂષને રાજસભામાં બેલાવીને વિવિધ વસ્ત્રાભરણેથી તેને સત્કાર કરી કહ્યું કે-“હે સિદ્ધપુરૂષ! તારું કથન બધું સત્ય થયું. પછી પિતાના કુટુંબ, સ્વજન અને મંત્રી વિગેરેને બોલાવીને રાજાએ કહ્યું કે-જે તમે સંમત થતા હે તે આ પ્રિયંકરને મારી વસુમતી પુત્રી પરણાવું. કારણ કે આ ભાગ્યવંતને અવશ્ય રાજ્યની પ્રાપ્તિ થશે, અને એની સહાયતાથી આપણને પણ આગામી કાળે સુખ પ્રાપ્ત થશે.” આ પ્રમાણેનું રાજાનું કથન સાંભળીને સર્વે બોલ્યા કે-“હે સ્વામિન્ ! આપનું કહેવું સત્ય જ છે. પછી તે પલ્લીપતિએ શુભ વેળાએ પ્રિયંકરની ઈચ્છા વિના પણ તેની સાથે પિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust