________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કાન પાસે જઈને તેને અશોકચંદ્ર રાજાને મરણ સમય કહ્યો, એટલે રાજાએ પ્રગટ રીતે તેને પૂછયું કે--બહે સિધ્ધ ! તે મરણ પામ્યા પછી તેના રાજપાટપર તેને કે પુત્ર બેસશે? એટલે ક્ષણવાર ધ્યાન ધરીને તે બોલ્યો કે “હે રાજન ! તેના પુત્રને તેનું રાજ્ય મળવાનું નથી, તેમજ તેના ગોત્રમાં પણ હવે પછી રાજા રહેવાનું નથી, પરંતુ પ્રિયંકર નામના જે વણિકપુત્રને તમે કેદખાનામાં નાંખેલ છે તેજ પુણ્યવંતને તેનું રાજ્ય દેવતા પોતે આપશે.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલ્યા કે “હે સિધ્ધ પુરૂષ! આવું સંબંધ વિનાનું શું બોલે છે? “આ વાણિકપુત્રને રાજ્યની પ્રાપ્તિ થશે એમ કહેવાથી તારૂં જ્ઞાન પણ સારી રીતે અમારા જાણવામાં આવી ગયું. આ બિચારો નિર્ધન વણિકપુત્ર છે, એનું નામ પણ કોઈને જાણવામાં નથી. જેનું રાજ્ય પ્રાપ્તિનું પ્રબલ પુણ્ય હોય, તેનું નામ તે સર્વત્ર પ્રસિદ્ધજ હોય.” કહ્યું છે કેજે પુણ્યવંત જન છે તેમનું નામ નળ, પાંડવ અને રામચંદ્રની માફક પ્રસિદ્ધ હોય છે અને ઘેર ઘેર ગવાય છે.” સિદ્ધ કહેવા લાગે ‘કે “હે રાજન ! મારૂં જ્ઞાન કદાપિ વૃથા થનાર નથી; આજ વણિક પુત્રને તે રાજય મળશે. આ સંબંધમાં તમારે લેશ પણ સંદેહ ન કરે. જો આ વાત તમારા માનવામાં ન આવતી હોય તે ખાત્રીને માટે કાલે તમે જે ભોજન કર્યું છે તે કહી દઉં.” રાજાએ કહ્યું કે--કહે.” એટલે તે બે કે–ધત અને ખાંડ મિશ્રિત મોદક અને પાંચ માંડા, મગ, અડદ તથા મુખમાં તાંબુલ–એ પ્રમાણે કાલે તમે જમ્યા છે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તે સત્ય માન્યું, એવામાં કોઈ સભાસદ બોલ્યા કે- હે સ્વામિન્ ! ચુડામણિશાસ્ત્રના જાણ ગતવાર્તા જાણે છે, પણ આગામી વાત તેઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust