________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. 17 પણ દ્રવ્ય વિના હું વ્યવસાય શી રીતે કરી શકીશ? અને મને દ્રવ્યને લાભ શી રીતે થશે ? કહ્યું છે કે- ગાયને ખવરાવ્યા પ્રમાણે તે દુધ આપે છે, ખેતીવાડી વરસાદને અનુસાર ફળ આપે છે, દ્રવ્યને અનુસાર વેપારમાં લાભ થાય છે અને ભાવને અનુસારે પુણ્યબંધ થાય છે. તેમજ વસ્ત્રાદિક આડંબર વિના કોઈ જગ્યાએ સન્માનાદિક પણ મળતું નથી. અને વસ્ત્ર તથા કરિયાણું વિગેરે ઉધાર કેઈમને આપે તેમ નથી.” કહ્યું છે કે સ્ત્રીઓમાં, રાજસભામાં, મંડળમાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને શ્વસુરના ઘરે આ ડંબર કરવાથી વધારે માન મળે છે.” - આ પ્રમાણે શેઠ વિચાર કરે છે એવામાં અકસ્માત આકાશવાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી કે-“આ બાળક પંદર વર્ષને થતાં આજ નગરને રાજા થશે, માટે મનમાં કશી ચિંતા ન કરે. આવા પ્રકારની આકાશવાણી સાંભળીને શેઠ આમ તેમ જોવા લાગ્યા, એવામાં પ્રિયશ્રીએ શ્રેષ્ઠીને કહ્યું કે હેસ્વામિન ! આ દિવ્યવાણું ખરેખર આપણું ભાગ્યને પ્રદર્શિત કરે છે.” એટલે શ્રેણી બોલ્યા કે-હે પ્રિયે! તારું કથન સત્ય લાગે છે પરંતુ આપણા પુત્રને રાજ્યનું કશું પ્રયોજન નથી, માત્ર એ ચિરકાળ આયુષ્ય ભેગવે–એ જે આપણને પ્રયોજન છે. કહ્યું છે કે-જેમ પાણી વિના સરોવર અને પરિમલ વિના પુષ્પ વખાણતું નથી, તેમ બત્રીશ લક્ષણો પુરૂષ પણ આયુષ્ય વિના વખણાતું નથી. એક પુત્ર તે આ પણ દુર્ભાગ્યવશાત્ પ્રથમ મરણ પામે, હવે બીજાની આશા કરવાની છે, પણ તે આશા દેવાધીન છે. એવામાં પુનઃ આકાશવાણી થઈ કે “આ બાળક અવશ્ય દીર્ધાયુષી અને મોટે રાજા થશે, એટલું જ નહિ પણ તે જિનધર્મને રાગી અને ભાગ્ય સૈભાગ્યનું ભાજન થશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust