________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર, કરાવજે.” વળી હે “પ્રાણનાથ ! અહીં રહેતા અને પુત્ર મરણનું દુઃખ દરરોજ સ્મરણમાં આવે છે માટે આપણે અહીંથી અશેકપુરે જઈએ.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું કે - હે પ્રિયા ! નગરમાં તે જળ ઈંધન તથા છાશ વિગેરે બધું ધનને વ્યય કરવાથી જ મળી શકે; માટે ધનવંત લેકેને નગરમાં રહેવું એગ્ય છે . અને દરિદ્રજનેને તે ગામડામાં વાસ કરે તેજ ઉચિત છે. વળી, હાલમાં આપણી પાસે ધન ન હોવાથી ત્યાં કેઈ આપણી સન્મુખ પણ જેનાર નથી. કહ્યું છે કે - हे दारिद्य नमस्तुभ्यं, सिद्धोहं त्वत्मसादतः। पश्यामि सकलान् लोकान्, न मां पश्यति कश्चन // 1 // હે દારિદ્રય ! તને નમસ્કાર થાઓ. તારા પ્રસાદથી હું સિધ્ધ થઈ સર્વ લોકોને જોઈ શકું છું, પરંતુ મને કોઈજોઈ શકતું નથી.” ધન વિના આ જગતમાં કઈ મિત્ર પણ થતું નથી. કહ્યું છે કે - જે દિવસે આપણી પાસે ધન ન હશે તે દિવસે આપણું કોઈ મિત્ર થવાનું નથી. કારણકે સૂર્ય કમળોને મિત્ર છતાં જળ વિના તે વેરી સમાન થઈ જાય છે. આ પ્રમાણે પતિનાં વચને સાંભળી પ્રિયશ્રીએ કહ્યું -" સ્વામિન્ ! આપનું કથન બધું સત્ય છે, જે કે પુરૂષ સ્વાભાવિક બુદ્ધિમંત હોય છે, તથાપિ મારૂં વચન સાંભળે-આ ગામમાં વસનારા બધા કુટુંબીઓ રક તુલ્ય છે અને ત્યાં રહેતાં તમે પણ રંક તુલ્ય થઈ ગયા છે; માટે આપણને એમનાથી ધનપ્રાપ્તિ થવી સ્વપ્ન સમાન છે. કહ્યું છે કે કુવામાં જેટલું પાણી હોય તેટલું પ્રણાલિકામાં આવે છે, પરંતુ જે કૃપ પિોતે જ શુષ્ક હોય તે પછી પ્રણાલિકાની વાત જ શી કરવી ? વળી– -- . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust